Gujarat

દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાન ઉપર સત્યાગ્રહ રેલીને કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી એ આજે સંબોધન કર્યું.

દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાન ઉપર સત્યાગ્રહ રેલીને કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી એ આજે સંબોધન કર્યું. સત્યાગ્રહ એપ પછી સંગીત એપ નું ઉદઘાટન કર્યું હતું અને તેમનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીને દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાન પર કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી એ કહ્યું હતું કે ભારત દેશના બંધારણે
આદિવાસી ભાઈ-બહેનોને આપેલા વિશેષ અધિકાર છીનવવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. આદિવાસી સમાજના
ભાઈ-બહેનોને તેમના બંધારણીય હક્ક અને અિધકાર મળે તે માટે કોંગ્રેસ પાર્ટી સતત સંસદ ધારાસભા અને સડક પર લડત
આપી રહી છે . ગુજરાતમાં ભાજપાની સરકાર આદિવાસી સમાજની ઓળખ અને તેની સંસ્કૃતિ ને મોટા પાયે નુકસાન કરી
રહી છે.જેથી કોંગ્રેસ ની સરકાર આવશે તો રિવર લિંક પ્રોજેક્ટ બંધ કરીશું.

આ પ્રસંગે કાંતિલાલ ભુરીયા એ કહ્યું કે ભાજપનું જ્યાં શાસન છે ત્યાં આદિવાસીઓ ઉપર ભજપાઈઓ , આર.એસ.એસ બજરંગદળ ના લોકો કરી રહ્યા છે આપડે લડિયે નહિ ત્યાં સુધી હક નહિ મળે કેમ કે આ તુગલગી રાજ છે હિટલરશાહી રાજ છે નરેન્દ્ર મોદી દેશ નો પાક્કો હિટલર છે એ એની દાદાગીરી કરે છે દેશ સરકાર છે પણ અમિત શાહ અને નરેન્દ્ર મોદીજ સરકાર ચલાવે છે બાકી બધાપોતપોટના ઘેર બેઠા છે એમની સરકારમાં એમના થકી મોટા મોટા ઉદ્યોગપતિ અને માફીયાઓ ના કામ થાય છે તમારું કામ નહિ થાય તમારે સિંહ ની જેમ ગર્જના કરવી પડશે તો તમારા હકો તમને મળશે. કૉંગ્રેસ પાર્ટી નાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી એ વક્તવ્યમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ને હિન્દુસ્તાન બનાવવા નથી માંગતી પણ વડાપ્રધાન મોદી બે હિન્દુસ્તાન બનાવવા માંગે છે એક અમિરોનું જેમને બધું મફત આપી લૂંટાવી દેવું છે અને બીજું લાખો કરોડો ગરીબ લોકોનું જેમને કોરોના માં બેડ નથી મળ્યા અને લોકો હોસ્પિટલ મારવા મોકલી આપ્યા હતા. અને વધુમાં કહ્યું હતું કે તમારા હક્કો છીનવાઈ ગયા છે તમારે પણ તમારા હક છીનવીનેજ લેવા પડશે. તમારે તમારી આવાજ એટલી મજબૂત કરવાની કે માત્ર ગુજરાત ના મુખ્યમંત્રી સુધી નહિ પણ પ્રધાનમંત્રી સુધી પહોંચે. મીડિયા પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોઈ ગરીબ વ્યક્તિને નો ચેહરો ટીવી ઉપર નથી દેખાતો માત્ર નરેન્દ્ર મોડી નોજ ચેહરો દેખાશે. એટલેજ આપડે બધા સાથે ભેગા મળી સાથે સત્યાગ્રહ રૂપે લડત આપીશું અને તમારા હક માટે લડીશું અને જો કોંગ્રેસ ની સરકાર આવશે તો તમારા હકો તરત આપીશું. આ પ્રસંગે મંચ ઉપર ગુજરાત કોંગ્રેસ ના પ્રભારી રઘુનાથ શર્મા, અર્જુન મોઢવાડિયા, ભરત સોલંકી, નારણ રાઠવા, મધુસૂદન મિસ્ત્રી જીજ્ઞેશ મેવાની, હાર્દિક પટેલ સુખરામ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1652189807611.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *