ભીલડી
દિયોદરના જાલોઢામાં ખેતરમાં રમી રહેલી સાત વર્ષની બાળકી પર પાંચ કૂતરાઓએ હુમલો કરતાં લોહીલુહાણ કરી હતી. જેથી બાળકીને લોહી લુહાણ હાલતમાં ડીસા હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. દિયોદર તાલુકાના જાલોઢા (માનપુરા) ગામમાં કિંજલબેન મુકેશભાઈ ઠાકોર (ઉં.વ.૭) ની બાળકી પોતાના ખેતરમાં રમી રહી હતી. આ દરમિયાન પાંચ કુતરાઓએ હુમલો કરી શરીરના ભાગે લોહીલુહાણ કરી ગંભીર ઈજાઓ પહોચાડી હતી. જેઓને ભીલડી ૧૦૮ ને કોલ આવતા ઈએમટી ભરત ચૌહાણ અને પાયલોટ સંજય સુદ્વાસના દ્વારા પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાઈ હતી.હાલમાં આ બાળકીની ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે.
