Gujarat

દિલ્હીથી આવીને નરેશ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા સાથે ગુપ્ત બેઠક કરી શકે તેવી શક્યતાઓ

ગાંધીનગર
નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ ને લઈ લોકો રાહ જાેઈ રહ્યાં છે. તેમજ નરેશ પટેલને અનેક રાજકારણીઓ, તેમજ અનેક પાર્ટી અને અનેક સમાજના લોકો તેમની સાથે બેઠક કરી રહ્યાં છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ અને અગ્રણીઓ તેમજ અન્ય સમાજના લોકોની ખોડલધામ ખાતે નરેશ પટેલ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સામાજિક ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ મનહર પટેલ તેમજ આગેવાનો દ્વારા નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરે તો ગુજરાતનું ભવિષ્ય ઊજળું બને તેવી લાગણી દર્શાવી હતી. તેમણે કહ્યુ કે, તેઓ નરેશ પટેલને હૂંફ આપવા આવ્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જાેડાઈ અને ગુજરાતમાં ફરી સારા દિવસો આવશે. તો બીજી તરફ, નરેશ પટેલને રાજકીય પ્રવેશને લઈ પૂછવામાં આવ્યું ત્યારે ફરી એ જ રટણ કર્યું હતું કે સમય આવશે એટલે હું મારો ર્નિણય લોકો સમક્ષ મૂકીશ. આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી. સમય આવશે ત્યારે રાજકારણ અંગે જાણ કરીશ. હાર્દિક પટેલ અને નરેશ પટેલની ચર્ચા વચ્ચે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ડાકોરમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પટેલની ગેરહાજરી જાેવા મળી હતી. આ વિશે મનહર પટેલ જણાવ્યું હતું કે હાર્દિક પટેલ કોઈ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોય જેમના લીધે તેમની ગેરહાજરી હોય શકે છે ખોડલધામમાં મનહર પટેલ અને નરેશ પટેલ વચ્ચે આજે બેઠક મળી હતી. મનહર પટેલ અને નરેશ પટેલ વચ્ચે શુભેચ્છા મુલાકાત થઈ હતી. ત્યારે બંને વચ્ચેની આ મુલાકાત ફરી ચર્ચાનુ કેન્દ્ર બની છે. તમને જણાવી દઈએ કે, ગઈકાલે જ નરેશ પટેલ દિલ્હીથી રાજકોટમાં પરત ફર્યા છે. તેમણે દિલ્હીમાં કેટલા નેતાઓ સાથે મુલાકાત કરી હતી. યાત્રાધામ ડાકોરમાં આજે ગુજરાત કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન યોજાયુ હતું. સાથે જ પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાના જન્મદિવસની ઉજવણી પણ કરાઈ હતી. આજે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના જન્મદિને અમિત ચાવડા સહિત ગુજરાત કોંગ્રેસની તમામ ટીમ ડાકોર પહોંચી હતી. કોંગ્રેસના નેતાઓએ ડાકોરના ઠાકોર રણછોડરાયજી દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્મા અને જગદીશ ઠાકોર, ભરત સિંહ સોલંકી સાથે ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જન્મદિને અમિત ચાવડાએ ડાકોરના રણછોડજી મંદિરમાં ૫૨ ગજની ધજા ચઢાવી હતી. ડાકોર મંદિરમાં રઘુ શર્માએ કહ્યુ કે, આગામી ચૂંટણીમાં ગુજરાતમાં વિનાશકારી સાંપ્રદાયિક તાકતોને કોંગ્રેસ હરાવશે. જનતાને મોંઘવારી બેરોજગારી પેપર ફૂટવા સિવાય કસું નથી આપ્યું જનતાને રઝળતા મૂકી. છે. ૨૭ વર્ષના ભાજપના કુશાસનનો અંત આવશે. ગાંધીનગરમાં ૨૦૨૨માં કોંગ્રેસનો ઝંડો લહેરાશે. કોંગ્રેસમાં કોઈ મતભેદ નથી બધા એકજુટ મનભેદ હોઈ તો સમાધાન બેસીને કરીયે છે. તો કૈલાશ ગઢવી સહિતના નેતાઓ કોંગ્રેસ છોડનાર અંગે રઘુ શર્માએ કહ્યુ કે, આવવા જવાનું ચાલતું રહેશે. કોંગ્રેસની વિચારધારામાં દમ છે. ગુજરાતની જનતા બધું જાણે છે ભાજપની લાલચમાં બધા જાય છે પાર્ટીને કોઈ ફરક નહીં પડે. આજે વિજય સંકલ્પ સાથે રણછોડજીને ધજા ચડાવી છે.

Naresh-Patel-Khodaldham-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *