Gujarat

દિલ્હીમાં યોજાયેલ નેશનલ ગેમમાં લાંબી કૂદ માં ગોલ્ડ મેડલ મેળવતા કઠલાલના દિવ્યાંગ જગદીશભાઈ.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
 જગદીશભાઈ શાંતિલાલ પરમાર બંને આંખે દિવ્યાંગ  કઠલાલ તાલુકાના પહાડ ગામ નાં રહેવાસી છે.ત્યારે દિવ્યાંગ જગદીશ ભાઈ એ   રમત ગમત ક્ષેત્રમાં લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. ઈન્ડિયન બ્લાઇન્ડ સપોર્ટ એસોસિએશન દ્વારા દિલ્હી ખાતે. તા. ૧૩થી ૧૬ ડિસેમ્બર યોજાયેલી નેશનલ ગેમ યોજાઈ હતી જેમાં તેઓએ લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યારે આ અગાઉ પણ તેમણે અમેરિકાના એરિઝોનામાં યોજાયેલ ઈન્ટરનેશનલ ગેમ્સમાં પણ લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ત્યારે તેઓની આ સિદ્ધિ બદલ તેઓને ગ્રામજનો અને અગ્રણી ઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

IMG-20221222-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *