Gujarat

    દિલ્હી અને પંજાબ બાદ હવે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગ જમાવવાના પ્રયાસ શરૂ કર્યા છે ,અને તેના ભાગ રૂપે ગુજરાત ભરમાં આમ પાર્ટીએ તિરંગા યાત્રા નું આયોજન કર્યું છે,,

ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર રેલવે સ્ટેશને થી દિલ્હીના આપ પાર્ટીના કરોલ બાગના ધારાસભ્ય વિશેષ રવિ અને આપ ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જુન રાઠવાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી,રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ મોટી સંખ્યામાં હાથમાં તિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા,યાત્રા હાઇવે ઉપર થઈ પાવિજેતપુર નગરના માર્ગો ઉપર ફરી હતી અને તીન બત્તી ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું,ધારાસભ્ય વિશેષ રવિ એ જણાવ્યું હતું કે દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતની પ્રજા પણ હવે આમ આદમી પાર્ટીની સરકાર ઈચ્છી રહી છે,અને દિલ્હી ની જેમ વીજળી ,પાણી,શિક્ષા અને સ્વાસ્થ્ય ની સુવિધાઓ ગુજરાત ની જનતાને પણ મળે તેવું જો જનતા ઇચ્છતી હોય તો આમ આદમી પાર્ટીને લાવે તેવું ગુજરાતની જનતાને  નિવેદન કરવા તેઓ અહીં આવ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220313-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *