દિવ્યાંગતા ધરાવતા અંધ,બહેરા – મુંગા,અપંગ તેમજ રક્તપિત તથા મંદબુધ્ધિવાળા કર્મચારીઓ,સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકિતઓ અને તેમને કામે રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર માટે રાજય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨માં ભાગ લેવા હેતુસર અરજીપત્રકનો નમુનો અત્રેની ખાતાની વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in અને https://anubandham.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ ખાતેથી વિનામુલ્યે મેળવી ભરેલ અરજીપત્રકો સાધનિક દસ્તાવેજોના બિડાણો સહિત બે નકલમાં રૂબરૂ અથવા ટપાલ મારફત જિલ્લા રોજગાર વિનિમય કચેરી,જુનાગઢને મોકલી આપવાની છેલ્લી તારીખ ૧૯/૧૦/૨૦૨૨ સુધી લંબાવવામાં આવેલ છે.વધુ વિગત માટે કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી,જૂનાગઢનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
