આ બાબતે અગાઉ પણ તંત્રને આવેદન પત્ર પાઠવેલ હતું.
કાર્યવાહી નહી કરાય તો નાછુટકે તા.૧૫ જુન ૨૦૨૨ થી તમામ ગુજરાતના લોકો દ્રારા સ્વયંભુ ગુજરાત માંથી દીવમાં આવનારી સંપૂર્ણ ખાદ્ય સામગ્રી દીવમાં પાંચ દિવસ માટે સંપૂર્ણ બંધ કરી દેવાની ચિંમકી…
ઊના – દીવ પોલીસ દ્રારા દિવમાં આવતા પ્રવાસીઓને અવાર નવાર હેરાન પરેશાન કરવામાં આવે છે. અને દિવ પોલીસનો ત્રાસ દિવસે અને દિવસે વધતો જાય છે. જેની સમગ્ર ઘટના છાશવારે સોશિયલ મીડીયામાં વાયરલ થયેલ જોવા મળે છે. ત્યારે આ બાબતે દિવ પોલીસ સામે યોગ્ય કાર્યવાહી કરી પ્રવાસીઓને હેરાન પરેશાનીથી મુક્તી મેળવવા સમસ્ત ઉના તાલુકાની જાહેર જનતા દ્રારા ના.કલેક્ટરને લેખિત રજુઆત કરી આવેદન પત્ર પાઠવેલ છે.
‘
તા.૩૦ મે. ૨૦૨૨ ના દીવ પોલીસનો અસલ ચહેરો સામે આવી ગયો હોય તેમ પ્રવાસીઓ સાથે મારામારીના વિડીયોમાં જોવા મળે હતા. દીવ ભારતનો ભાગજ ન હોય તેવો વ્યવહાર પ્રવાસીઓ પર દીવ પોલીસ દ્વારા કરવામાં આવે છે. તે સમગ્ર ઘટનાનો વિડીયોમાં પ્રવાસીને રોડ ઉપર પછાડીને દીવ પોલીસ લાતો અને મુકાઓનો પ્રહાર કરી ખુલ્લે આમ ભારતીય સંવિધાનના કાયદાનું સરાજાહેર ઉલ્લંઘન કરે છે અને અન્ય મહિલા કોન્સ્ટેબલ પણ પ્રવાસી મહિલા સાથે હાથા પાઈ કરેલ. આમ ગુજરાતના પીડીત પ્રવાસીને જે પોલીસ દ્વારા સરાજાહેર કાયદાનો ભંગ કરી પોલીસ દ્વારા માર મારવામાં આવેલ આથી આ કર્મીઓને તાત્કાલીક ધડપકડ કરી તેની વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ અને આ અંગે અગાઉ તા.૧૮/૧૦/૨૦૨૦ તથા તા.૨૧/૦૩/૨૦૨૨ ના રોજ આવેદન પત્ર આપેલ પરંતુ કાર્યવાહી કરવામાં આવેલ નહીં.. આ બાબતે દીવના એડમીનીસ્ટ્રરશ્રી પ્રફૂલભાઈ પટેલ દ્રારા તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે અને આવનારા સમયમાં દીવ પોલીસ આવી જ રીતે ગુજરાતમાંથી આવનારા પ્રવાસીઓને હેરાન પરેશાન કરવાનુ બંધ નહીં કરે તો નાછુટકે તા.૧૫ જુન ૨૦૨૨ થી તમામ ગુજરાતના લોકો દ્રારા સ્વયંભુ ગુજરાત માંથી દીવમાં આવનારી સંપૂર્ણ ખાધ સામગ્રી તેમજ પાણી સહીત તમામ ચીજવસ્તુ દીવમાં પાંચ દિવસ માટે સંપૂર્ણ બંધ કરી દેવાની ચિંમકી આપેલ છે. દીવ એક ફરવા લાયક સ્થળ છે અને ફરવા લાયક સ્થળમાં સ્થાનિક પ્રશાસન કાયદો અને વ્યવસ્થામાં પરીવર્તન લાવી બહારથી આવનારા પ્રવાસીઓ સાથે ભારતની મૂળની પરંપરા મુજબ ‘‘અતિથી દેવો ભવ’ જેવો વ્યવહાર કરે નહીં અને જવાબદાર પોલીસ કર્મચારી સામે તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરી પગલા લેવા માંગણી ઉઠવા પામેલ છે.