Gujarat

દીકરાની ડાયાબીટીસની બિમારી દુર થઇ જાય તેવી દવા આપવાના બહાને છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી, ૩.૩,૩૦,૬૦૦/- પડાવી લેનાર ટોળકીના ત્રણ સભ્યોને પકડી પાડી, રોકડ રકમ તથા વાહન સહિત કુલ રૂ.૪,૬૦,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કરતી અમરેલી એલ.સી.બી.

ફરિયાદની વિગતઃ
ગઇ તા.૨૪/૦૨/૨૦૨૨ ના રોજ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે રહેતા ગભરૂભાઇ જગાભાઇ સોલંકી, ઉં.વ.૪૩ નાઓ પોતાના પરિવાર સાથે પોતાના ઘરે હાજર હતાં, ત્યારે એક ઇસમ સાધુવેશે તેમના ઘરે આવેલ અને તેણે પોતાનું નામ ગોપાલદાસબાપુ જણાવેલ. આ ઇસમે વાતચીત દ્વારા ગભરૂભાઇના દીકરા ભાવેશને ડાયાબીટીસની બિમારી હોવાનું જાણી લઇ, આ ડાયાબીટીસની દવા પોતાના ગુરૂ બનાવી આપશે તેમ વિશ્વાસમાં લઇ, મોબાઇલ નંબરની આપ લે કરી જતો રહેલ. બાદ તા.૨૧/૦૩/૨૦૨૨ ના રોજ મો.નં.૭૭૭૯૦૩૭૩૨૫ ઉપરથી ભગરૂભાઇ ઉપર ફોન આવેલ અને ગોપાલદાસબાપુના ગુરૂજી બોલુ છું એમ ઓળખ આપી, મારા મોટા ગુરુનો તમારા ઉપર ફોન આવશે તેવું જણાવેલ. બાદ તા.૨૨/૦૩/૨૦૨૨ ના રોજ ગભરૂભાઇના પુત્ર ભાવેશના ફોનમાં મો.નં.૮૬૯૫૯૯૭૪૧૨ ઉપરથી ફોન આવેલ વિધિ કરવાના બહાને તેમને ચોટીલા બોલાવવી, વિધિના સામાન માટેના રૂ.૫૧૦૦/- લઇ લીધેલ. બાદ તા.૨૫/૦૩/૨૦૨૨ ના રોજ ગભરૂભાઇના પુત્ર ભાવેશના મોબાઇલમાં મો.નં.૮૬૯૫૯૯૭૪૧૨ ઉપરથી ફોન આવેલ અને કહેલ કે હું ગુરુજી બોલુ છું તમે પાંચ લાખ પચ્ચીસ હજાર રૂપીયા ધુપ લાવવા માટે લઇ મોરબી હાઇવે ઉપર વાકાનેર જકાત સર્કલે આવી જાવ. જેથી ગભરૂભાઇએ સગા સંબધીઓ પાસેથી ઉછીના પૈસા લઇ, પત્નીના દાગીના વેચી, સવા ત્રણ લાખ રૂપીયા ભેગા કરી, તા.૨૬/૦૩/૨૦૨૨ ના રોજ વાકાનેર ગયેલા, ત્યા પહોચતા મો.નં.૯૪૨૮૮૦૧૬૩૨ ઉપરથી ફોન આવેલ અને એક ઇસમ તેમને રૂબરૂ મળી, કહેલ કે મને ગુરુજીએ મોકલેલ છે. તેણે એક કાચની બોટલ જે સફેદ કાપડથી પેક કરેલ હતી, તે આપેલ અને કહેલ કે ગુરુજી તમારા ઘરે વિધી કરવા આવે ત્યારે આ ધુપ અને પેટી તેઓ પોતાના હાથે ખોલશે. બાદ નક્કી થયા મુજબ ગુરુજીના ધુપની રકમ રૂ.૩,૨૫,૦૦૦/- આપેલ. બાદમાં તા.૨૭/૦૩/૨૦૨૨ ના રોજ સવારે નવ વાગ્યે મો.નં.૮૬૯૫૯૯૭૪૧૨ ઉપરથી ફોન આવેલ કે હું ગુરુજી બોલુ છુ અને મારો અસ્માત થયેલ છે જેથી હું હમણા નહી આવું. બાદ તે તમામ લોકોએ ફોન બંધ કરી દીધેલ. આમ, આ ત્રણેય જુદી જુદી વ્યક્તિઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે કાવતરૂ રચી, ખોટા નામે ઠગાઇ કરી હોવાનું જણાતા, ગભરૂભાઇ જગાભાઇ સોલંકીએ ગોપાલદાસબાપુ તથા અન્ય બે ઇસમો વિરૂધ્ધ ફરિયાદ લખાવતાં, જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૪૨૨૦૨૫૯।૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૧૭, ૪૧૯, ૪૨૦, ૧૨૦(બી), ૫૦૮, ૧૧૪, ૩૪ મુજબનો ગુન્હો રજી. થયેલ હતો.
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ દ્વારા આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, ફરિયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી, તેમના રૂપીયા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડી, ફરિયાદીની ગયેલ મિલ્કત તેમને પાછી મળે, તે માટે કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી. પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. જે અનુસંધાને એલ.સી.બી. ટીમ દ્વારા આ ગુન્હાની વિગતોનો અભ્યાસ કરી, આરોપીઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતાં અને ગઇ કાલ તા.૧૩/૦૪/૨૦૨૨ ના રોજ અમરેલી કુંકાવાવ જકાતનાકા પાસેથી આરોપીઓને પકડી પાડી, તેમની પાસેથી ફરિયાદીના રોકડા રૂપીયા તથા વાહન, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી, તેમની સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીઓઃ
(૧) વિશાલનાથ જોગનાથ પઢીયાર, ઉ.વ.૪૦, ધંધો – ભિક્ષાવૃત્તિ, રહે.ખીરસરા, તા.લોધિકા, – જિ.રાજકોટ
(૨) વિહાનાથ ઉર્ફે ટીલીયો મીઠાનાથ પઢીયાર (વાદી), ઉ.વ.૪૨, ધંધો-ડ્રાઇવિંગ, રહે.ધ્રાંગધ્રા, હળવદ રોડ, વાદીપરા, તા.ધ્રાંગધા, જિ.સુરેન્દ્રનગર, હાલ રહે. રામપરા (થાન), તા.ચોટીલા, જિ.સુરેન્દ્રનગર
(૩) વિશ્વનાથ વજાનાથ વાદી (પઢીયાર), ઉ.વ.૨૯, ધંધો- છુટક મજુરી, રહે.ધ્રાંગધ્રા, હળવદ રોડ, વાદીપરા, તા.ધ્રાંગધા, જિ.સુરેન્દ્રનગર
પકડાયેલ મુદ્દામાલઃ
(૧) રોકડા રૂા.૧,૫૦,૦૦૦/
(ર) મોબાઇલ ફોન નંગ-૩, કિં.રૂ.૧૦,૫૦૦/
(૩) મારૂતિ સુઝુકી ઇકો ફોરવ્હીલ કાર, રજી.નંબર જી.જે.૧૩.એ.એમ.૮૮૩૨, કિં.રૂ.૩,૦૦,૦૦૦/ ઉપરોક્ત વિગતે મળી કુલ કિં.રૂા.૪,૬૦,૫૦૦/- નો મુદ્દામાલ.
જાહેર જનતાને પણ આવા લેભાગુ તત્વોથી ચેતીને રહેવા અને અંધશ્રધ્ધા ભરી લોભામણી વાતોમાં તથા લાલચમાં નહીં આવવા તથા પોતાની રોકડ રકમ કે અન્ય કોઇ કિંમતી મિલકત આવા ધુતારૂઓને નહીં સોંપવા અપીલ કરવામાં આવે છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220414-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *