ઉનાના દેલવાડા ગામે આવેલ કન્યા શાળાની સામે નવી પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત તાલુકા વિકાસ અધિકારી એસ.બી.જાડેજા અને તાલુકા વિસ્તરણ અધિકારી વસંતભાઈ ગઢિયાની ઉપસ્થિતિમાં સવારના 10 કલાકે દેલવાડા ગામના સરપંચ પૂજાબેન બાંભણીયાના હસ્તે યોજાયું હતું. ગીર સોમનાથ જિલ્લાની પ્રથમ બે માળની પંચાયત હોય અને આ પંચાયત કચેરી રૂ. 22 લાખના ખર્ચે બનવા જઈ રહી છે. જેનો લાભ ગ્રામજનોને એક જ માર્ગે સરકારી હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, કુમાર શાળા, કન્યા શાળા, સંઘવી સ્કૂલ અને હવે પંચાયત કચેરીનો લાભ મળશે. આ તકે યુવા ભાજપાના પૂર્વ મંત્રી વિજયભાઈ બાંભણીયા સહિત ગ્રામ પંચાયતના સભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.


