દાહોદ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભડભા ગામે અજાણ્યા ચોરો ગ્રીન રિસોર્ટમા ત્રાટક્યા હતા. રિસોર્ટનું તાળુ તોડી હોટલમાંથી રોકડા રૂપીયા ૧ લાખ ૮૯ હજારની રોકડની ચોરી કરી લઈ ફરાર થઈ જતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ રિસોર્ટમા અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી તાળુ તોડી ઓફિસમા પ્રવેશ્યા હતા. અંદર પ્લાય તોડી કાઉન્ટર ટેબલનું ડ્રોવરનું લોક કોઈ હથિયાર વડે તોડી ડ્રોવરમાં મુકી રાખેલા રોકડ રૂપીયા ૧ લાખ ૮૯ હજાર અને એક મોબાઈલનું ચાર્જર મળી કુલ રૂા. ૧ લાખ ૮૯ હજાર ૫૦૦ની મત્તાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો નાસી ગયા હતા. આ સંબંધે સુમિતભાઈ ભરતભાઈ કલાલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
