અમદાવાદ
અમદાવાદમાં ઉત્તર ગુજરાતના અલગ અલગ સંપ્રદાયના સંતોની હાજરીમાં વિશ્વ હિન્દુ પરિષદે એક મહત્વપૂર્ણ માંગ સાથેનો ઠરાવ પસાર કર્યો છે. ગુજરાત સહિત દેશભરના મોટા હિન્દુ મંદિરોના વહીવટ સંચાલનમાં રાજ્ય સરકારો દરમિયાગીરી ન કરે તથા જે-તે મંદિરના સંપૂર્ણ સંચાલનની સત્તા સ્થાનિક સ્તરે હિન્દુ સમાજના વરિષ્ઠ આગેવાનોને સોંપવામાં આવે છે. ગુજરાતમાં કુલ ૩૨ મોટા મંદિરો એવા છે કે જેના સંચાલનમાં સ્થાનિક વહીવટી તંત્રના હોદ્દેદારો જે-તે મંદિર ટ્રસ્ટના મુખ્ય હોદ્દા પર હોય છે. જેથી સીધી રીતે સરકારનું પ્રતિનિધિત્વ હોય છે. વિશ્વ હિન્દુ પરિષદે આ પ્રકારે મંદિરના સંચાલન અને વહીવટ સામે વાંધો ઉઠાવ્યો છે અને માંગ કરી છે કે મંદિરનું સંચાલન સ્થાનિક સ્તરે હિન્દુ સમાજના અગ્રણીઓને જ સોંપી દેવામાં આવે. મોટા મોટા મંદિરોમાં આવતી રકમ અન્ય ધર્મ માટે ખર્ચ થાય છે જે ના થવી જાેઈએ, આ રકમનો ઉપયોગ માત્રને માત્ર હિન્દુ સમાજના હિત માટે જ ઉપયોગમાં લેવાવી જાેઈએ. ગેરકાયદેસર રીતે ધર્માંતરણની પ્રવૃત્તિ માટે પણ રાષ્ટ્રીય સ્તરે એક કાયદો બનાવવાની જરૂર છે. જે અનુસૂચિત જનજાતિના લોકો ધર્મ બદલે છે,પરંતુ ઘણા કિસ્સામાં તેઓ હિન્દુ તરીકેનો લાભ પણ લેતા હોય છે. જે બંધ થાય તે હેતુથી ધર્માંતરણ મુદ્દે કેન્દ્રીય સ્તરે કાયદો બને.વિશ્વ હિન્દુ પરિષદે હવે દેશભરના વિવિધ હિન્દુ મંદિરોમાં સરકારના હસ્તક્ષેપ તથા નિયંત્રણો દૂર કરવા માટેની માંગ કરી છે. આ માટે કેન્દ્રીય સ્તરે એક કાયદો બને તેવી પણ રજુઆત સરકાર સમક્ષ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે. વીએચપીની કેન્દ્રીય બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ ઠરાવ કરવામાં આવ્યા છે.વિવિધ મંદિરોમાં સરકારની દરમિયાનગીરી ન હોય અને મંદિરમાં આવતું ફંડ માત્રને માત્ર હિન્દુ સમાજ માટે ઉપયોગમાં લેવાય તેવી માંગ કરવામાં આવી છે.
