જેતપુર માર્કટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ઓનલાઈન પદ્ધતિ કરવામાં આવી
હજી તો મરચાની સીઝન શરૂ થઇ છે અને શરૂઆતમાં ભાવ વધારે મળી રહ્યા છે, અને મસાલાની સીઝન શરૂ થાય ત્યારે આ ભાવ વધશે તે ચોક્કસ છે
રોજે અહીંથી 600 ભારીનું વેચાણ થઇ રહ્યું છે. જેમાં ગત વર્ષ કરતા આ વર્ષની શરૂઆતમાં 1700 થી 2800 રૂપિયાની વેચાણ થઇ રહ્યું છે.
દેશભરમાં પ્રખ્યાત સૌરાષ્ટ્ર ના લાલ મરચાંની આવક યાર્ડમાં શરૂ થઇ ગઈ છે અને ખેડૂતોને ગત વર્ષ કરતા શરૂઆતમાં જ સારા ભાવ સાથે મરચા નું વેચાણ શરૂ થઇ ગયું છે અને ખેડૂતોને ખૂબ સારો ભાવ મળી રહ્યો છે. સાથે સાથે આ વર્ષે વધુ ભાવ રહેવાની શક્યતાએ મરચા ગૃહિણીના રસોડાની તીખાશ પણ વધારશે.
સૌરાષ્ટ્રમાં પાકતા રેશમ પટ્ટો અને અન્ય મરચાઓની દેશભરમાં ખૂબ જ માગ રહે છે અને હાલ તેની સીઝન શરુ થઇ ગઈ છે, જેમાં આ મરચાની જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક શરૂ થઇ ચૂકી છે. જેમાં રેશમ પટ્ટો અને ચનિયા મરચાની ધૂમ આવક શરૂ થઇ ચૂકી છે. યાર્ડ લાલ ચટાક રંગના મરચા અને તીખી તીખી સુગંધથી ભરાઈ ગયા છે. સ્વાદમાં અને સુગંધમાં પ્રખ્યાત એવા મરચાની ખરીદી કરવા માટે વેપારીઓની ખરીદી શરૂ થઇ છે અને રોજે અહીંથી 600 ભારીનું વેચાણ થઇ રહ્યું છે. જેમાં ગત વર્ષ કરતા આ વર્ષની શરૂઆતમાં 1700 થી 2800 રૂપિયા વેચાણ થઇ રહ્યું છે.
ગત વર્ષની શરૂઆતમાં ભાવ 1500 રૂપિયા હતા, જે આ વર્ષે 500 થી વધુ મળ્યા હતા. હજી તો મરચાની સીઝન શરૂ થઇ છે અને શરૂઆતમાં ભાવ વધારે મળી રહ્યા છે, અને મસાલાની સીઝન શરૂ થાય ત્યારે આ ભાવ વધશે તે ચોક્કસ છે.
યાર્ડનાં ચેરમેનનાં જણાવ્યા અનુસાર જેતપુરની આસપાસના વિસ્તારોમાં મરચાનું વાવેતર ગત વર્ષ કરતા ઓછું હોઈ જેના કારણે ભાવ વધુ મળી રહયો છે જેમાં સ્વાદ સુગંધ અને તીખાશમાં પ્રખ્યાત રેશમ પટ્ટો મરચા અને ચનિયા મરચાનું વાવેતર મુખ્ય છે અને જેનો પાક આ વર્ષે થોડો વહેલો આવી ગયો છે અને ખેડૂતો પણ પાકનો ભાવ વધારે મળતા ખુશખુશાલ છે. કારણ કે, તેઓને ગત વર્ષની સરખામણીએ 300 રૂપિયા મણના વધારે મળી રહ્યા છે અને આવતા દિવસોમાં આ ભાવ 3000 રૂપિયાથી વધીને 3500 રૂપિયા સુધી જવાના છે.
તો મરચા વેચનાર ખેડૂત જણાવ્યું કે, માર્કેટિંગ યાર્ડ દ્વારા ઓનલાઈન ની સિસ્ટમ કરવામાં આવી છે તેમજ મરચાની સીઝન શરૂ થઈ ગઈ છે અને પણ આંતરરાષ્ટ્રીય ભાવ વધુ હોય જ્યારે માર્કેટીંગ યાર્ડમાં શેડ તેમજ જગ્યાને અભાવના કારણે વાર વ્હેંચવામાં લાગી રહી છે.તેમજ આંતરરાષ્ટ્રીય ભાવ પ્રમાણે ઓછું મળી રહ્યો છે ત્યારે મસાલાની સીઝન શરુ થશે, ત્યારે ભાવ વધશે અને આ ભાવ વધતા ગૃહિણીના રસોડામાં રસોઈની તીખાશ પણ ચોક્કસથી વધશે.
હરેશ ભાલીયા જેતપુર


