Gujarat

દેશમાં મુખ્ય સેના સિવાય કેટલીક પેરામિલિટ્રી ફોર્સ પણ સરહદની સુરક્ષા કરે છે

અમદાવાદ
ભારતની સરહદની લંબાઈ તમે જાણતા હશો પરંતુ, શું તમે એ જાણો છો કે આ સરહદની સુરક્ષા કેવી રીતે કરવામાં આવે છે? કેવી રીતે અલગ અલગ ફોર્સ અલગ અલગ રાજ્ય અને વિસ્તારમાં ભારતીય સરહદની સુરક્ષા કરે છે? તો આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ જે તમે પહેલાં ક્યારેય નહીં જાણ્યું હોય. આવો જાણીએ કેવી રીતે આપણા જવાનો કરે છે ભારતીય સરહદની સુરક્ષા. ભારતની પાસે કુલ ૧૫,૧૦૬.૭ કિલોમીટરની સરહદ છે. આટલી લાંબી અને અંતરિયાળ સરહદની સુરક્ષા કરવી એ સહેલું નથી. એટલા માટે દેશની મુખ્ય સેના સિવાય કેટલીક પેરામિલિટ્રી ફોર્સ પણ છે, જે સરહદની રક્ષા કરવા માટે તૈનાત છે. ૧૯૬૨ના યુદ્ધ બાદ એક યૂનિફાઈડ સેન્ટ્રલ આર્મ્‌ડ ફોર્સ બનાવવાની જરૂરિયા પડી. જેથી પાકિસ્તાનની ૩,૩૨૩ કિલોમીટર લાંબી સરહદ પર નજર રાખી શકાય. ત્યારે ૧ ડિસેમ્બર ૧૯૬૫ના રોજ પેરામિલિટ્રી ફોર્સનું ગઠન કરવામાં આવ્યું. શરૂઆત ૨૫ બટાલિયનથી થઈ. આજે મ્જીહ્લ પાસે ૧૯૨ બટાલિયન છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સને તરત જ પૂર્વી અને પશ્ચિમી પાકિસ્તાનની સીમા પર તૈનાત કરવામાં આવી હતી. આજની તારીખમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં લગભગ ૨.૭૨ લાખ જવાનો કામ કરે છે. એટલું જ નહીં આ જવાનો દેશની ૬,૩૮૬ કિલોમીટર લાંબી સરહદની રક્ષા કરે છે. ૨૪ ઓક્ટોબર ૧૯૬૨ના રોજ ધ ઈન્ડો-તિબેટ બાઉન્ડ્રી પોલીસ બનાવવામાં આવી. જેથી ભારત અને તિબેટની સીમા પર નજર રાખી શકાય. એ સમયે માત્ર ચાર બટાલિયન બનાવવાની અનુમતિ મળી હતી. આ પહેલાં ઝ્રઇઁહ્લ એક્ટ અંતર્ગત બનાવવામાં આવી હતી. બાદમા ૧૯૯૨માં ૈં્‌મ્ઁ એક્ટ લાવવામાં આવ્યો. ૈં્‌મ્ઁ૩૪૮૮ કિલોમીટર લાંબી ચીનની સીમા પર નજર રાખે છે. ૈં્‌મ્ઁ સુરક્ષા ઉપરાંત આતંકીઓ સાથે પણ સંઘર્ષ કરે છે. હાલ ૈં્‌મ્ઁમાં ૯૦ હજારથી વધુ જવાનો સામેલ છે. વર્ષ ૧૯૬૨માં ચીનના હુમલા બાદ ૧૯૬૩માં સક્ષસ્ત્ર સીમા દળને સ્પેશિયલ સર્વિસ બ્યૂરોના રૂપમાં બનાવવામાં આવી હતી. જૂન ૨૦૦૧ના રોજ ભારત-નેપાળ સીમા માટે લીડ ઈન્ટેલિજન્સ એજન્સી બનાવવામાં આવી. આ દળને જ ૧૭૫૦ કિલોમીટર લાંબી નેપાળ બોર્ડરની સુરક્ષા સોંપવામાં આવી છે. માર્ચ ૨૦૦૪માં જીજીમ્ને ૬૯૯ કિલોમીટર લાંબી ભારત-ભૂટાન બોર્ડરની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી. આસામ રાઈફલ્સ દેસની સૌથી જૂની પેરામિલિટ્રી સંસ્થા છે. આ ફોર્સ ઉત્તર-પૂર્વ ભારતમાં કોઈ પણ પ્રકારની ઘુસણખોરીને રોકવામાં સક્ષમ છે. આ સેનાએ પ્રથમ વિશ્વયુદ્ધથી લઈને અત્યાર સુધીમાં ઘણાં યુદ્ધ જાેયા છે. જ્યારે ચીને તિબેટ પર હુમલો કર્યો ત્યારથી જ તિબેટ બોર્ડરની જવાબદારી આસામ રાઈફલ્સને સોંપવામાં આવી છે. ત્યાર બાદ ૨૦૦૨માં આ ફોર્સને ૧૬૪૩ કિલોમીટર લાંબી ભારત-મ્યાનમાર બોર્ડરની જવાબદારી સોંપવામાં આવી હતી.આ એ દળો છે જે ભારતીય સરહદની દિવસ-રાત રક્ષા કરી રહ્યા છે. કોઈ પણ વાતાવરણમાં હંમેશા આ જવાનો સરહદ પર અડીખમ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *