શ્રી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા શ્રી પોલીસ મહાનિદેશક સાહેબ એટી.એસ. ગુજરાત રાજ્ય અમદાવાદ નાઓની ગેરકાયદેસર શસ્ત્રોનું ઉત્પાદન ઉપયોગ, સંગ્રહ, હેરાફેરી, કે વેચાણ ન થાય તે અંગેની ડ્રાઇવ આપવામા આવેલ હોય તેમજ શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન રેઠળ જીલ્લામાં બનતા હથિયાર બંધીના ગુન્હા તથા એ.ટી.એસ.ના ચાર્ટર મુજબની કામગીરી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એસ.ઓ.જી. I/C પોલીસ ઇન્સપેક્ટર, શ્રી જે.પી.મેવાડા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે કવાંટ નવા ઘણા રોડ સરકારી દવાખાના ની સામે રહેતા વિપુલભાઇ રાજુભાઇ રાઠવા નાનો પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર માવઝર પિસ્તોલ રાખે છે તેવી મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે તેઓ તેઓના સ્ટાફના માણસોને જાણ કરતા તેઓ તેના ઘરે રેઇડ કરતા આરોપી વિપુલભાઇ રાજુભાઇ રાઠવા ઉ.વ.૨૦ રહે. કવાંટ નવા ઘણા રોડ સરકારી દવાખાના ની સામે તા.કવાંટ, જી.છોટાઉદેપુર મળી આવતા તેને પકડી ઘરની ઝડતી તપાસ કરતા તેના કબજા ભોગવટાના ઘરમાં કોઇ ગેર કાયદેસર ચીજ વસ્તુ મળી આવેલ ન હોય પરંતુ ઘરના પાછળના વાડાના ભાગે ઉકેડામાં દાટી રાખેલ એક દેશી હાથ બનાવટની માઉંઝર પિસ્તોલ (હથિયાર) મળી આવેલ જેની કિંમત રૂપીયા ૨૦,૦૦૦/- ની મળી આવતાં આરોપી વિરૂધ્ધ ધી આર્મ એકટ કલમ ૨૫ (૧) બી.એ. મુજબ ગુન્હો રજીસ્ટર કરી આરોપી વિપુલભાઇ રાજુભાઇ રાઠવા ઉવ.૨૦ રહે કવાંટ નવા ઘાણા રોડ સરકારી દવાખાના ની સામે તા. કવાંટ, જી. છોટાઉદેપુર નાઓને કોરોન્ટાઈન હેઠળ રાખી આગળની વધુ કાર્યવાહી માટે કવાટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

