સુરત
સુરતના ડિંડોલીના છઠ સરોવરની સામે શહેરનું સૌથી મોટું ફ્લોરલ ગાર્ડન વસંત પંચમીને શનિવારથી ખુલ્લું મુકાયું છે. આ બાગમાં દેશ-વિદેશના ૧૪ પ્રજાતિના વૈવિધ્યસભર અને રંગબેરંગી ૧.૬૦ લાખ રોપા ઉછેર કરાયા છે. આ પાર્કની ડિઝાઇન ફુલોના બંધારણ, તેમની ઉત્પત્તિ, છોડ તથા પાંદડા પરથી પ્રેરિત થઇને બનાવવાઇ છે. બાગમાં સિઝનલ ફ્લાવરિંગ્સની સાથે રણ વિસ્તારમાં જ ઉગતી વનસ્પતિઓનો પણ સમાવેશ કરાયો છે. એટલું જ નહીં પણ પાર્કમાં વિભિન્ન પ્રકારના પુષ્પોની શિલ્પકૃતિઓ પણ તૈયાર કરાઇ છે. ૪.૫ હેકટરમાં આશરે ૧૫ કરોડના ખર્ચે બનેલા આ બાગમાં સુરત શહેરની ઓળખ રજૂ કરતા સ્પાર્કલ પણ મુકાયા છે. શનિવારે મેયરના હસ્તે લોકઅર્પિત આ ફ્લાવર પાર્કમાં ફુડ કોર્ટ, ફાર્મર્સ માર્કેટ, ઇન્ફોટેઇન્મેન્ટ રૂમ અને સોવિનિયર શોપની પણ સુવિધા છે. સાથે સેલ્ફી પોઇન્ટ પણ છે.
