ઊના- ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભમાં દ્રોણેશ્વર ગુરુકુલના ૮૦ વિદ્યાર્થીઓની જીલ્લા કક્ષાએ પસંદગી પામેલ વર્ષ ૨૦૨૨નો ખેલ મહાકુંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાંનિધ્યમાં શુભારંભ થયો. સમગ્ર ગુજરાત રાજ્યમાં તાલુકા લેવલનું ખેલાડીઓ દ્વારા અદ્ભુત પ્રદર્શન કરવામાં આવ્યું. આ તકે માતુ આર. ડી. વરસાણી વિદ્યાલય ગુરુકુલ દ્રોણેશ્વરના વિદ્યાર્થીઓએ એથ્લેટિક્સ તથા સમુહ રમત ગમત વગેરે સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં શાળાના ૮૦ બાળકોની જીલ્લા લેવલે રમવા માટે પસંદગી કરવામાં આવી છે. યોગ, કબ્બડ્ડી, ખો ખો જેવી સ્પર્ધામાં વિજેતાને સંસ્થાના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીજી વતી આચાર્ય મહેશભાઈ જોશીએ બિરદાવ્યા હતા. સમગ્ર આયોજનમાં અનિલભાઈ બાંભણીયાએ સેવા આપી હતી…
