અંકલેશ્વર
ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાંય દરેક જિલ્લાઓમાં પોલીસ દ્વારા લાખો રૂપિયાનો દારૂ અવાર-નવાર પકડાય છે. ત્યારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે માહિતી મળી હતી કે,અંક્લેશ્વર તાલુકાના માટીયેડ ગામના બુટલેગરે ગેરકાયદેસરનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે અને અંકલેશ્વર તાલુકાના જુના ધંતુરીયા ગામની સીમમાં ટાવર વગામા કટીંગ કરી દારૂનો જથ્થો સગેવગે કરવાની તૈયારીમાં છે. જેથી પોલીસે માહિતીવાળા સ્થળ ઉપર રેડ કરતાં સ્થળ ઉપર કટિંગ થતો વિદેશી દારૂ પકડી પાડયો હતો. એલ.સી.બીની ટીમે મારૂતિ સ્વીફટ ડીઝાયર ફોરવ્હીલ કારમાં ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયર ટીન નંગ- ૪૪૬ તથા ફોરવ્હીલ કાર મળી કુલ કિંમત રૂ.૨,૪૮,૨૦૦નો મુદ્દામાલ ઝડપી પાડી એક આરોપી ચિંતન અકનભાઈ વસાવા,રહે,માટીએડને ઝડપી પાડ્યો હતો. જ્યારે સુનિલ હસમુખ વસાવા રહે, કોંઢને પોલીસે વોન્ટેડ જાહેર કરીને અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાવીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ એલસીબી ટીમને અંક્લેશ્વર તાલુકાના જુના ધંતુરીયા ગામની સીમમાં ટાવર વગામા વિદેશી દારૂની કટીંગ કરાતું હોવાની માહિતી મળી હતી. એલસીબી ટીમે રેઇડ કરીને કટિંગ કરતો દારૂ અને કાર સહિત કુલ રૂ.૨.૪૮ લાખનો મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

