ડી.જે.ના તાલ સાથે ભવ્ય રેલી યોજી પ્રાંત કચેરી ખાતે ફોર્મ ભર્યુ,મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા….
અમદાવાદ જિલ્લામાં આવેલ ધંધુકા વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસ પક્ષમાં ભારે રસાકસી જોવા મળી હતી.ચાલુ ધારાસભ્ય રાજેશભાઈ ગોહીલ અને કોંગ્રેસના યુવા આગેવાન હરપાલસિંહ ચુડાસમાએ આ બેઠક ઉપર ટિકીટ માગી હતી છેક સુધી કોને ટિકીટ મળશે અને કોને નહી મળે રાજેશભાઈ ગોહિલ ને ટીકીટ મળશે કે યુવા નેતા હરપાલસિંહ ચુડાસમા ને ટિકીટ મળશે તેવી લોકોમાં ભારે ચર્ચાઓ ચાલતી હતી અને અંતે કોંગ્રેસ પાર્ટી એ હરપાલસિંહ ચુડાસમાને ટીકીટ આપવામાં આવી હતી.ફોર્મ ભરવાના એક દિવસ પહેલા હરપાલસિંહ ચુડાસમા એ કોંગ્રેસ પાર્ટીનો આભાર માન્યો હતો અને જણાવ્યુ હતુ કે પહેલા તો તેમણે કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો હતો.આજરોજ હરપાલસિંહ ચુડાસમા ફોર્મ ભરવા સમયે કોઈપણ લોકોને જાણ કર્યા વગર મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા છે . વિસ્તારના જે મૂળભૂત પ્રશ્નો છે . કોલેજમાં એડમિશનના પ્રશ્નો હોય જીઆઇડીસી નો જે પ્રશ્ન છે.ખેડૂતો ને વળતર મળતું નથી તેવા પ્રશ્નનો જનતાને સાથે રાખી ઉકેલીશ . અને ભાજપ દ્વારા સ્થાનિક ઉમેદવારની માંગ હોઇ અને બહાર ના ઉમેદવાર આપ્યા છે.મને ચોકસ વિશ્વાસ છે હતો.ત્યારે આખરે કોંગ્રેસ પક્ષ દ્વારા હરપાલસિંહ ચુડાસમાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા . ઉમેદવારી પત્ર ભરવા સમયે બરવાળા ધંધુકા રોડ ઉપર થી ભવ્ય રેલી શહેરમાં આવેલ મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી જેમાં ઠેર ઠેર જગ્યાએ ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમા નું ભવ્ય સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ પ્રાત કચેરીમા ઉમેદવારી પત્ર ભર્યું હતુ અને હરપાલસિંહ ચુડાસમા એ વિજય નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ધંધુકા વિધાનસભામાં ધંધુકા,રાણપુર,બરવાળા અને ધોલેરા તાલુકાનો સમાવેશ થાય છે…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


