Gujarat

ધનોરા ગામે સેમ્પલ લીધા વિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે ખળભળાટ

વડોદરા
વડોદરામાં ૪ વર્ષની બાળકીના સેમ્પલ લીધા નહિ હોવા છતાં બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારજનોએ આ ઘટનાની તપાસ કરવામાંગ કરી છે. બીજી તરફ સેમ્પલ લેનાર મહિલા અધિકારી પણ સ્વિકારે છે કે બાળકીનો સેમ્પલ નથી લેવાયો. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે કોના સેમ્પલ મોકલી ટેસ્ટ કરાયો? ધનોરા ગામે રહેતા મયુર ગોહિલના જણાવ્યા પ્રમાણે એક સપ્તાહ અગાઉ તેમના ઘરે સીએચઓ (કમ્યુનિટી હેલ્થ ઓફિસર) નિકિતા સેલાર આવ્યા હતા. તેઓએ ત્રણ સભ્યોના આરટીપીસીઆર સેમ્પલ લીધા હતા. જ્યારે તેમની ૪ વર્ષની બાળકીના સેમ્પલ લીધા ન હતા. પરંતુ નામ લખી ગયા હતા. ત્યારબાદ સીએચઓએ બે દિવસ પહેલા ફોન કરીને જણાવ્યું હતું કે તમારી બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. આ સાંભળી મયુરભાઈ અને તેમનો પરિવાર ચોંકી ઉઠ્‌યો હતો. મારી પુત્રીનો સેમ્પલ લેવામાં નથી આવ્યો છતાં તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ કઈ રીતે આવ્યો હતો ? તો સામેથી સીએચઓએ જણાવ્યું હતું કે અમે તો માત્ર બાળકીનું નામ જ લખ્યું હતું અને ઉપર મોકલ્યું હતું. એસએસજીમાં જ કોઇ ગરબડ થઈ હશે. આ સાંભળી મયુર ભાઈ ગોહિલએ આમાં કોની સંડોવણી છે તેની તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ઉચ્ચસ્તરે રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છે જ્યારે બાળકીના સેમ્પલ જ લેવામાં નથી આવ્યા તો તેના નામે જ કોરોના પોઝિટિવ રિપોર્ટ કેવી રીતે શું આ એક વ્યવસ્થિત કૌભાંડ છે ? કે પછી સયાજી હોસ્પિટલની ભૂલ છે ? તે તપાસ માંગી લેતો વિષય છે. અમને આ સેમ્પલ ફિલ્ડમાંથી મેળવીએ છીએ, અમને હમણાં જ આ બાબતની જાણ થઈ છે. સેમ્પલ લેવામાં ક્યાંક ભૂલ થઈ હોય અથવા તો નામમાં કોઈ મિસ્ટેક થઈ હોવાનું પ્રાથમિક લાગે છે. તપાસ કર્યા બાદ જ કહી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *