Gujarat

ધરમપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને ચાર્જ ફ્રેમ કરવાની હાઈકોર્ટની કાર્યવાહી

વલસાડ
વલસાડના ધરમપુર નગરપાલિકાના ડ્રાઈવર તરીકે કામ કરતા કર્મચારીને નોકરી પર પરત લેવા અને તેના લાભો આપવા માટે ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો હતો, જાેકે તેનું પાલન ન તથા ધરમપુર નગરપાલિકાના ચીફ ઓફિસરે કોર્ટના આદેશનું ઉલ્લંઘન બદલ ચાર્જ ફ્રેમ ફેસ કરવાનો વારો આવ્યો છે. સુનાવણી દરમિયાન હાજર રહેલ નગરપાલિકાના ચીફ ઓફિસરને કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ ચીફ જસ્ટિસે ભારે નારાજગી વ્યક્ત કરી છે. અરજદારના વકીલ કૃતાર્થ પંડયાએ જણાવ્યું કે ‘ચીફ ઓફિસર સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે તૈયારી દર્શાવતા તે અંગે પ્રક્રીયા પણ શરૂ કરી દીધી છે, આ કર્મચારી વર્ધ ૨૦૧૭માં નિવૃત્ત થઈ ગયા છે, તેમ છતાં તેમને હજુ લાભ નથી આપવામાં આવ્યા’. સાથે જઆ મામલે ચીફ જસ્ટિસે ચીફ ઓફિસરને કહ્યું કે, આજથી તમે આરોપી છો, સરકારને સસ્પેન્ડ કરવા માટે કહીશું. અરજદાર ૧૯૮૧માં ટ્રેક્ટર ડ્રાઇવર તરીકે નગરપાલિકામાં કર્મચારી તરીકે જાેડાયા હતા. જે બાદ વર્ષ ૨૦૦૪માં તેમને નોકરીમાંથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યા હતા. જેની સામે તેમને લેબર કોર્ટમાં દાવો માંડ્યો હતો, લેબર કોર્ટે અરજદારની તરફેણમાં ચુકાદો આવતા ૧૦૦% બેકવેજીસ અને નોકરી પર પરત લેવા આદેશ કર્યો હતો. લેબર કોર્ટના ચુકાદાને નગરપાલિકાએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો જેમાં ગુજરાત હાઇકોર્ટની સિંગલ જજની બેન્ચે ઓર્ડરને મોડીફાઇડ કરતા ૧૦૦%ની જગ્યાએ ૮૦% રકમ અને અન્ય લાભો આપી નોકરી પર પરત લેવા કહ્યું હતું. જાેકે તેનો પણ પાલન ન થતા અરજદારે કન્ટેમ્પટની અરજી દાખલ કરી હતી.કોર્ટના આદેશનું પાલન ન કરનાર અધિકારી સામે ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ દાખવતા ચીફ ઓફીસર સામે ચાર્જ ફ્રેમ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકામાં નોકરીમાંથી ટર્મિનેટ કરી દેવાયેલ કર્મચારીને કાયમી તારીકમાં લાભ આપવાના આદેશનું પાલન ન કરવામાં આવતાં ચીફ જસ્ટિસે કોર્ટમાં હાજર રહેલા ચીફ ઓફિસરને કેટલાક સવાલો પૂછી કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

Gujarat-High-Court.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *