Gujarat

ધર્મપ્રિય બોડેલી નગરમાં મહિલાઓ દ્વારા પતિના દીર્ઘ આયુષ્ય માટે વડનાં વૃક્ષ ની પૂજા અર્ચના કરી વટસાવિત્રી વ્રતની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી..

.
હિન્દુ શાસ્ત્રો મુજબ વર્ષ દરમિયાન ઉજવાતા વિવિધ તહેવારો નું એક આગવું મહત્વ છે ત્યારે આ તહેવારોની સાથે સાથે ભારતીય સંસ્કૃતિમાં વર્ષ દરમિયાન આવતા વિવિધ વ્રતો નું મહત્વ પણ એટલું જ છે આવું જ એક વ્રત જેઠ સુદ પૂનમના દિવસે વટસાવિત્રીનું વ્રત તરીકે ઉજવાય છે.. જે આજે જેઠ સુદ પૂનમ હોય ઉત્સવ અને ધર્મપ્રિય બોડેલી, અલીપુરા અને ઢોકલીયા નગરની અખંડ સૌભાગ્યવતી મહિલાઓએ ખુબ જ ઉત્સાહ સાથે ભક્તિ ભાવપૂર્વક ઠેરઠેર વડના વૃક્ષની શાસ્ત્રોક્ત વિધિ સાથે પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પૂજા અર્ચના કરી વટસાવિત્રી વ્રતની ઉજવણી ઉપવાસ રાખી કરી પ્રભુ પાસે પતિના દીર્ઘ આયુષ્યની સાથે સાથે સંતાનો અને પરિવારની રક્ષા માટે પણ પ્રભુને પ્રાર્થના કરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *