ગિરગઢડા
ભરત ગંગદેવ.
ધામળેજ બંદર ખાતે ઘોઘલીયા ખારવા સમાજ તથા ખારવા સમાજ ના નવા પટેલ, નવા આગેવાનોની વરણી કરવામાં આવી હતી પટેલો ને બે વર્ષ પૂર્ણ થતાં નવા પટેલો ની નિમણુક કરવામા આવી હતી જેમાં ખારવા સમાજના પટેલ તરીકે ગણેશભાઈ સીદીભાઈ દરી તથા ઉપ પટેલ તરીકે રાજેશભાઈ બુઢ્ઢાભાઈ પાંજરી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી ત્યારે ઘોઘલીયા ખારવા સમાજના પટેલ તરીકે રામાભાઈ હડમતભાઈ સોલંકી તથા ઉપપટેલ તરીકે કમલેશભાઈ હરજીવનભાઈ ચોહાણ ની વરણી કરવામાં આવી હતી આ વખતે યુવાનો ને પ્રોત્સાહન મળે તે માટે યુવાનો ની ટીમ બનાવવામાં આવી છે અને આ વખતે યુવાનો ને સમાજનું સુકાન સોપવામાં આવ્યું છે જેમાં ગામના આગેવાનો માં સરપંચ ઓઘડભાઈ વાળા, જિલ્લા પંચાયતના સદસ્ય અરશીભાઈ ચાવડા, માજી તાલુકા પંચાયત સદસ્ય શામજીભાઈ વંશ, કોળી સમાજના આગેવાન ઉકાભાઇ વંશ, માજી પટેલ રતિલાલભાઈ, માજી પટેલ ધરમભાઈ સહિતના તમામ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું..

