Gujarat

ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા બોડેલી તાલુકામાં 8 કરોડ કરતાં વધુના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું  

બોડેલી તાલુકાના વિવિધ ગામો અને બોડેલી અલીપુરા શહીદ વિસ્તારોમાં ધારાસભ્ય દ્વારા 8 કરોડ કરતાં વધુના કામો નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું
બોડેલી તાલુકાના જુની બોડેલી,બોડેલી થી રાજખેરવા રોડ તેમજ બોબડા કુવા થી ઝંડ જતા માર્ગ ઉપરના છલિયા નાળા તેમજ અખત્યારપુરા થી હરિકુવા જતાં માર્ગ નું નવીની કરન સહિત 8 કરોડ 28લાખ ઉપરાંત ના કામોનું ખાત મુહુર્ત કરતા સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી
      બોડેલી તાલુકાના જુની બોડેલી ગામના એપ્રોચ રોડ નું રૂ એક કરોડ દસ લાખ ના કામનું તેમજ ગોપાલ ટોકીઝથી રાજ ખેરવા રોડનું નવીનીકરણ રૂપિયા બે કરોડનું કામ તથા બોબડા કુવા થી ઝંડ સુધીના માર્ગ ઉપર આવેલા ચાર છલિયાનાળાનું 4 કરોડનું કામ તેમજ અખિયારપુરા થી હરિ કૂવા સુધીનો નવીન માર્ગ વગેરેનું ફૂલ 8 કરોડને 28 લાખ ઉપરાંતના કામોનું સંખેડા ધારાસભ્ય અભેસિંગભાઈ તડવી ના બોલો વરદ હસ્તે ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું
       આ પ્રસંગે બોડેલી તાલુકા ભાજપ પ્રમુખ કાર્તિક ભાઈ શાહ જીગ્નેશ ચોકસી તેમજ આગેવાનો, જિલ્લા,તાલુકા પંચાયત સદસ્યો અને સરપંચો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝંડ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા મહેમાનોનું ફૂલોના હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે ગોપાલ ટોકીઝથી રાજ ખેરવાને જોડતા માર્ગનું નવીનીકરણ નું કામ ચાલુ થઈ જતા બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલી દિવાળી બા પાર્ક, મણીનગર સહિતની દસ જેટલી સોસાયટીઓમાં રહેતા રહીશોએ આણંદની લાગણી અનુભવી હતી
બોડેલી તાલુકાના વિવિધ ગામો અને બોડેલી અલીપુરા શહીદ વિસ્તારોમાં ધારાસભ્ય દ્વારા 8 કરોડ કરતાં વધુના કામો નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220901-WA0102.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *