Gujarat

ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતની વિધાનસભામાં પ્રશ્નોતરીના ADR સંસ્થા રીપોર્ટ મુજબ ૫ માં ક્રમે આવતાં આ પ્રશસનીય કામગીરી બદલ અભિનંદન પાઠવતાં લીલીયા કૉંગ્રેસ સમિતિ

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
————————————————————–ગુજરાત વિધાનસભાના પાંચ વર્ષનું  A.D.R. સંસ્થા દ્વારા  રીપોર્ટ મુજબ સૌથી વધુ ચર્ચામાં ભાગ લેનાર પાંચ ધારાસભ્યમાં શ્રી પ્રતાપભાઈ દુધાતે લગભગ ૧૦૪ ચર્ચામાં ભાગ લઈને લીલીયા- સાવરકુંડલા ના પ્રશ્નોને વાચા આપવાની ઉતમ કામગીરી કરેલ છે. જેમનો A.D.R. ના રિપોર્ટ પ્રમાણે પાંચમો નંબર આપેલ છે.
     આ ઉપરાંત વિધાનસભા ગૃહમાં સૌથી વધારે હાજરી આપનાર ધારાસભ્યશ્રીઓની યાદીમાં પણ પ્રતાપભાઈ દુધાતને સ્થાન મળેલ છે જે વિસ્તારનાં લોકોએ તેમના પર મુકેલ વિશ્વાસને સાર્થક કરી બતાવેલ છે અને અમો કાર્યકર્તાએ પ્રતાપભાઈ સાઈડ મત અપાવી જે વિજય બનાવ્યા તેમાં અમોને અંદરથી આજે દિલ ઉભરાય આવે છે આવી જ રીતે ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતને બીજી વખત અમો લીલીયા કૉંગ્રેસ પરિવાર ૨૦૧૭ કરતા વધુ લીડ આપી અને બીજી વખત ધારાસભ્ય તરીકે મોકલવાના છીએ જે અમો લીલીયા તમામ કૉંગ્રેસના કાર્યકર્તાઓને  ઉમંગ છે.
     પ્રતાપભાઈ દુધાત દ્વારા પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીને પોતાના ફાળે આવતી વાર્ષિક ગ્રાન્ટ દોઢ કરોડની પણ સંપૂર્ણ લોક સુખાકારી માટે વાપરી છે જયારે અન્ય ધારાસભ્યની ગ્રાન્ટ લોસ ગઈ છે. ત્યારે પ્રતાપભાઈ દુધાતે ગ્રાન્ટનો પુરેપુરો ઉપયોગ લોકહિત સુખાકારીમાં કરીને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પડેલ છે કોરોના કાળની કામગીરી હોય કે વાવાઝોડા વખતની આફતમાં હમેશા લોકોની પડખે ઉભા રહીને પોતાની કર્મકર્તા જાગૃતિ સંવેદના બતાવી છે લીલીયા તાલુકાના રોડ રસ્તા, કોલેજ બિલ્ડીંગને લગતા પ્રશ્નો, આરોગ્ય, ફોરેસ્ટને લગતા તમામ પ્રશ્નો, બેરોજગારીને લગતા પ્રશ્નો વગેરે પ્રશ્નોમાં સાવરકુંડલા લીલીયાને ખુબ ફાયદો થયેલ છે. ત્યારે નીતિનભાઈ આર ત્રિવેદી, ભીખાભાઈ દેવાણી, બહાદુરભાઈ બેરા, વિજયભાઈ કોગથીયા, ખોડાભાઈ માલવિયા. ચોથાભાઈ કસોટીયા, કાનભાઈ ગરણીયા ખારા સરપંચ, રાજુભાઇ ભેડા, વિનુભાઈ ગુંદરણ, ગોવિંદભાઇ કાનાણી, નૈનેશભાઈ દુધાત, મધુભાઈ સાવલીયા, બટુકભાઈ પોલરા, જયસુખભાઈ શિરોયા,  હરેશભાઇ ઢાંગલા, સામતભાઈ બેલા, દડુભાઈ ખૂંગલા, વિક્રમભાઈ ભેંસાણ સરપંચ, સબીરભાઈ દલ,જગાભાઈ દેથળીયા, વરમેશભાઈ પરમાર, જીવરાજભાઈ પરમાર, અખુભાઈ ખુમાણ, દિનેશભાઇ ધોરજીયા, ભુપતભાઈ પટોળીયા, જીવનભાઈ વોરા, મનોજભાઈ સેજપાલ વગેરે એ શ્રી પ્રતાપભાઈ દુધાતની આવી પ્રશંસનીય કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *