Gujarat

ધારી-ખાંભા રોડ પર આવેલા વીરપુર ગામે  શ્રી ગોવિંદમ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અનાથ, નિરાધાર વૃધ્ધ મનોરોગી વિકલાંગની નિશુલ્ક સેવા કરવામાં 

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
શ્રી ગોવિંદભગત  જેમનો એક જ મંત્ર છે … માનવ સેવા નિરાધારનો આધાર , ભૂખ્યાને ભોજન… એવા શ્રી ગોવિંદમ્ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ગોવિંદભગત સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી ઉપર માનવ સેવાની જ્યોત કાયમ માટે પ્રગટ રહે, માનવ સેવા – ગૌ – સેવા, પશુઓની સેવા સૌરાષ્ટ્રની પ્રવિત્ર ભૂમિ પર કાયમ જોવા મળે છે … આવી જ રીતે એક પ્રવિત્ર ભૂમિ એટલે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વીરપુર ગામ આંગણે  શ્રી ગોવિંદમ્ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પંડપીડાથી પીડાતા બિનવારસી, નિરાધાર ભાઈઓ તથા બહેનોની  વિનામૂલ્યે સેવા અને સારવાર કરવામાં આવે છે . આશ્રમ તરફથી કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી તેમજ આશ્રમમાં રહેવા – જમવા નાહવા તેમજ કપડાં અને મેડિકલ દવાની સવલત પણ આશ્રમ તરફથી આપવામાં આવે છે.તો આવા પરોપકારના કાર્યોમાં ધર્મપ્રેમી ભાઈઓને સાથ અને સહકાર આપવા આ સંસ્થાના ગોવિદ ભગતે લોકોને વિનંતી કરતાં જોવા મળેલ છે તેમજ આપણી નજરમાં કોઈ દુઃખી માણસ હોય અને ખરેખર કોઈપણ જાતની સેવાની જરૂર હોય તેવા નિરાધાર લોકોને  આ આશ્રમ સુધી પહોંચાડવાની જાહેર વિનંતી કરી હતી. .. આ સંસ્થામાં બધી જ સેવા સંસ્થા દ્વારા વિનામૂલ્યે સેવામાં ભાવથી કરવામાં આવે છે તેવું પણ  ગોવિંદ ભગતે જણાવ્યું હતું   શ્રી ગોવિંદમ્  માનવ સેવા ટ્રસ્ટ મુ. વિરપુર , તા.ધારી , જી. અમરેલી મો : ૮૨૩૮૨ ૩૨૪૫૯ કે જ્યાં રૂબરૂ મુલાકાત લઈને પણ સંસ્થાની પ્રવૃત્તિ અંગે માહિતીગાર થઈ શકાય છે આ આશ્રમમાં ફક્ત ભાઈઓને પ્રવેશ આપવામાં આવે છે.
શ્રી રાધાકૃષ્ણ ગોસેવા ટ્રસ્ટ મહુવા રોડ રેલ્વે ફાટક પાસે, પાડરશિંગા ખોડીયાર મંદિર પાછળ ,સાવરકુંડલા ,મો:૯૮૭૯૪૦૯૯૯૧(આ આશ્રમમાં ફકત બહેનોને પવેશ આપવામાં  આવે છે

IMG-20221211-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *