ભરત ગંગદેવ.
અમરેલી જિલ્લાના ધારી તાલુકાનો સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૭ જુલાઈ, ૨૦૨૨ને બુધવારના રોજ મામલતદાર કચેરી, ધારી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો/ ફરિયાદો અરજદારે તા.૧૫ જુલાઈ, ૨૦૨૨ સુધીમાં તાલુકા મથકે મામલતદારશ્રી અને તાલુકા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી, ધારી ખાતે પહોંચતા કરવા. અરજીના મથાળે મોટા અક્ષરે ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવાનું રહેશે. ‘ગ્રામ સ્વાગત’ના પ્રશ્નો ગામે પંચાયત કચેરીથી કોમ્યુટરમાં ઓનલાઈન દાખલ કરી હાર્ડકોપી તાલુકા પંચાયત કચેરી, ધારી ખાતે રજૂ કરવી. મુખ્યમંત્રીશ્રીના સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ તાલુકા સ્તરે યોજવામાં આવે છે આથી નાગરિકોને તેના પ્રશ્નોના નિકાલ/ઉકેલ માટે ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે અને સ્થાનિક કક્ષાએ તેનો ઉકેલ આવે તે માટે તાલુકા કક્ષાએ આ કાર્યક્રમ યોજવામાં આવે છે. વધુમાં આ કાર્યક્રમનું વિસ્તરણ કરી ગ્રામ સ્વાગત સુધી લઈ જઇ નાગરિકોને તેના પ્રશ્નોનું નિવારણ તરત અને સ્થાનિક સ્તરે મળી રહે તે હેતુ છે.
