Gujarat

ધારી નજીક જીવ બચાવતી એમ્બ્યુલન્સનો જ બસની ટક્કરે કચ્ચરઘાણ, ત્રણના મોત

અમરેલી
અમરેલી જિલ્લામાં ધનતેરસના દિવસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. એમ્બ્યુલન્સ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. ધારીથી ખાનગી એમ્બ્યુલન્સ દર્દીઓને લઈ અમરેલી તરફ જઈ રહી હતી. ત્યારે હીંગલાજ મંદિર નજીક ખાનગી બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ૩ લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં ખાનગી એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ નિકળો ગયો હતો. બસ પણ રોડ નીચે ઉતરી ગઈ હતી. આ બસ મુંબઈ તરફ જઈ રહી હતી ત્યારે ધારી નજીક જ બસ અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં શશીકાંતભાઈ હસમુખભાઈ રાજ્યગુરુ, વિશાલભાઈ ધીરૂભાઇ જાેશી અને એમ્બ્યુલન્સ ડ્રાઇવર મહેશભાઈ સહિત ત્રણ લોકોના ગંભીરરીતે ઇજાઓને પગલે મોત થયા છે. દિવાળી તહેવારના સમયે જ અકસ્માત થતા ખુશીના બદલે પરિવારમાં માતમ છવાયો છે. આ ઘટનાની જાણ થતાં ધારી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. તેમજ અલગ-અલગ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *