Gujarat

ધારી પો.સ્ટે.ના ગોવીંદપુર ગામની સીમ વિસ્તારમાંથી દારૂ સગેવગે થાય તે પહેલા જ ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) ની બોટલો નંગ ૮૦૫૨ તથા વાહન,મોબાઇલ સહિત કુલ કિ. રૂા ૫૧,૬૦,૮૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી ધારી પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જ જીલ્લામાંથી દારૂ જુગારની બદી
દુર કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિંમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂ-જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, અને શ્રી.કે.જે.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી અને દારૂ તથા જુગારની પ્રવૃતી આચરતા ઇસમોને પકડવા સારૂ સતત પ્રયત્નશીલ રહેલા હોય, જે અન્વયે આજરોજ ધારી પોલીસ ટીમ ધારી પો.સ્ટે. વિસ્તારમાં માં ના.રા.પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, ગોવીંદપુર ગામની સીમમાં આવેલ ધોકાધાર નામથી ઓળખાતા સીમ વિસ્તારમાં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂના જથ્થાનુ પરીવહન થતુ હોય તેવી ચોકકસ બાતમી આધારે ધારી પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સપેકટર ડી.સી.સાકરીયા સા.ના સીધા માર્ગદર્શન હેઠળ ધારી પો.સ્ટે.ની ટીમ બાતમી વાળી જગ્યાએ ત્રાટકી પ્રોહી મુદામાલ સગેવગે થાય તે પહેલા જ આરોપીઓના વાહનમાં રાખેલ ભારતીય બનાવટનો IMFL વિદેશી દારૂ જુદી-જુદી બ્રાન્ડની બોટલો સાથે આરોપીને પકડી પાડી તેના વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરેલ.
*ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગત :*
(૧) હીમતભાઇ સુખાભાઇ રાણાવડીયા ઉ.વ.૩૦ ધંધો.ડ્રાઇવીંગ રહે.દલખાણીયા તા.ધારી જી.અમરેલી
*પકડવાના બાકી આરોપીઓ :*
(૧) શબીર ઉર્ફે સબુ આમનભાઇ નાયા રહે.દલખાણીયા તા.ધારી
(ર) અશોક લેલન કંપનીનુ કન્ટેનર જેના રજી. નં. HR-55-AC-6694 નો ચાલક
(૩) મહીન્દ્રા કંપનીનુ બોલેરો પીકઅપ જેના રજી. નં, GJ-13-AT-7298 નો ચાલક (૪) રેનોલ્ટ કંપનીની ડસ્ટર કાર જેના રજી. નં. GJ-18-BB-4849 નો ચાલક
*પકડાયેલ મુદ્દામાલ*
ભારતીય બનાવટનો વિદેશીદારૂ IMFL ની અલગ-અલગ બ્રાન્ડની ૭૫૦ ML બોટલ ૨૭૭૨ તથા ૧૮૦ MLની ૫૨૮૦ કિ રૂ.૨૩,૫૩,૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૦૩ કિ ા-૭૦૦૦/- તથા અશોક લેલન કંપનીનુ કન્ટેનર જેના રજી. નં. HR-55 AC-6694 વાહન કિ.રૂા ૧૭,૦૦,૦૦૦/-તથા મહીન્દ્રા કંપનીનુ બોલેરો પીકઅપ જેના રજી. નં GJ-13-AT-7298 કિ.રૂ.૩,૫૦,૦૦૦/- તથા રેનોલ્ટ કંપનીની ડસ્ટર કાર જેના રજી. નં GJ-18-BB-4849 ની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- ટાટા ૪૦૭ ની કિ.રૂ.૩,૫૦,૦૦૦/-વાહનની કુલ. કિ ગ઼ ૨૮,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ/-૫૧,૬૦,૮૦૦/- નો મુદામાલ.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220615-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *