Gujarat

ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ મુકનારને અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યો

અમદાવાદ
ધાર્મિક લાગણી દુભાય તેવી વિવાદિત પોસ્ટ કરનાર વધુ એક યુવક પોલીસના સકંજામાં આવ્યો છે. વેજલપુર પોલીસની પકડેલા આ અસલમ લેંઘાએ અન્ય ધર્મ વિશે બિભત્સ લખાણની પોસ્ટ ફેસબુક પર મૂકી હતી. જેની જાણ વેજલપુર પોલીસને થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે તેની ધરપકડ કરી છે. વિવાદિત પોસ્ટ મૂકનાર અસલમ ડ્રાઇવર તરીકે છૂટક નોકરી કરે છે. આરોપીએ આ રીતની વિવાદિત પોસ્ટ મૂકવા પાછળનું કારણ જાણવા પોલીસ આરોપીના તમામ સોશિયલ મીડિયાના એકાઉન્ટ તપાસ કરવામાં લાગી છે. પકડાયેલ આરોપી કટ્ટરવાદી વિચારધારા ધરાવી લોકોને ગેરમાર્ગે દોરતો હતો કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. વિવાદિત પોસ્ટ ફેસબુક પર મૂકવા માટે આરોપી અસલમ કોઈ ચોક્કસ કારણ જણાવતો નથી. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ વિવાદિત પોસ્ટના વિવાદમાં કિશન ભરવાડ હત્યા થઈ હતી. ત્યારબાદ પકડાયેલા આરોપીઓ જેહાદી ષડ્યંત્ર રચ્યું હતું. ત્યારે આ કેસમાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે અને વધુ પૂરાવા એકત્રિત કરવા માટે એફ.એસ.એલની પણ મદદ લેવાઈ રહી છે.ધંધુકાના કિશન ભરવાડની હત્યા અને બૉમ્બ બ્લાસ્ટના ચૂકાદા બાદ શહેર પોલીસની સોશિયલ મીડિયા પર બાજ નજર છે. આ દરમિયાન આવી જ એક વિવાદિત પોસ્ટ વેજલપુરના એક યુવકે કરી હતી. જેના વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Police-in-Ahmedabad-have-arrested-a-person-who-posted-offensive-religious-sentiments.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *