Gujarat

ધોકડવા ગામના ગા. ન. નં. ૨ માં અનઅધિકૃત ખોટી નોંધો થયેલ તેની સામે પગલાં લેવા માંગ

ઊના –  ગીરગઢડાના ધોકડવા ગામે છેલ્લા ૭ વર્ષમાં રેવન્યુ તલાટી મંત્રીઓ પંકજભાઈ જાંલોધરા અને ભીખાભાઈ કે. કીડેચા દ્વારા ગામના નમુના નં. ૨ માં કોઈપણ જાતના આધાર પુરાવા વિના અને હકકપત્રકમાં નોંધ મંજુર કરાવ્યાં સિવાય માલિકોના નામમાં બિનઅધિકૃત ફેરફાર કરી ખોટાં નામો દાખલ કરી ગા..ન.નં. ૨ માં અનધિકૃત ખોટી નોધો કરવામાં આવેલ હોય અને લોકોને ઉપલી કચેરી તરફથી હુકમ કરી પ્લોટ મંજુર કરવામાં આવેલ નથી. આવી અંદાજે ૩૦૦ જેટલી ખોટી એન્ટ્રીઓ કરી નામ દાખલ કરવામાં આવેલ હોય તેની સામે યોગ્ય પગલા લઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ધોકડવા ગ્રામ પંચાયત દ્રારા જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પંચાયતને લેખિત રજુઆત કરી માંગ કરેલ હતી..

 

 

આ અંગેની રજુઆતમાં જણાવ્યા મુજબ ગીરગઢડાના ધોકડવા ગામમાં તલાટી કમ મંત્રીની બે જગ્યાઓ છે. તે પૈકી એક તલાટી મંત્રી પાસે રેવન્યુ નમુનાઓનો હવાલો હોય છે. છેલ્લા ૭ (સાત) વર્ષમાં રેવન્યુ વિભાગના હવાલો ધરાવતાં તલાટી મંત્રીઓ પંકજભાઈ જાંલોધરા અને ભીખાભાઈ કે. કીડેચા દ્વારા ગામના નમુના નં. ૨માં કોઈપણ જાતના આધાર પુરાવા વિના અને હકકપત્રકમાં નોંધ મંજુર કરાવ્યાં સિવાય માલિકોના નામમાં બિનઅધિકૃત ફેરફાર કરી ખોટાં નામો દાખલ કરવામાં આવ્યાં છે. અને લોકોને ઉપલી કચેરી તરફથી હુકમ કરી પ્લોટ મંજુર કરવામાં આવેલ નથી. તેવા ૩૦ થી ૪૦ લોકોનાં નામ પણ ગા. ના નં. ૨ ના રજીસ્ટરમાં ગેરકાયદેસર દાખલ કરવામાં આવ્યાં હોય મૂળ એન્ટ્રી નંબરને પેટા નંબર આપી ખોટા નામ દાખલ કરવામાં આવ્યાં છે. અને ખોટી સનંદો પણ ઈસ્યુ કરવામાં આવેલ છે. ધોકડવા ગામના ૨ નંબરમાં આવી અંદાજે ૩૦૦ જેટલી ખોટી એન્ટ્રીઓ કરી નામ દાખલ થયેલ છે. જેથી આ તમામ નોંધોની જિલ્લા કક્ષાના અધિકારી દ્વારા સંપુર્ણ ચકાસણી થવી જરૂરી છે અને આવી ખોટી નોંધો રદ કરવામાં અને રેકડ સાથે ચેડા કરનાર જવાબદાર તલાટી મંત્રી સામે ખાતાકીય પગલાં લેવામાં આવે અને સરકારી રેકર્ડ સાથે ચેડાં કરવા તથા ખોટું રેકર્ડ ઉભી કરવા બાબતે ફોજદારી રાહે પગલાં લઇ જરૂરી કાર્યવાહી કરવા માંગ કરેલ છે. વધુમાં તલાટી મંત્રી ભીખાભાઈ કે. કીડેચા એ અગાઉ ગીરગઢડા ફરજ બજાવતાં હતાં. ત્યાં પણ ગા. ન. નં. ૨ સાથે આ પ્રકારના ચેડાં કરી મોટા કૌભાંડ કરેલ છે. તેથી કીડેચા એ અગાઉ ગીરગઢડા તથા ઉના તાલુકાનાં જે ગામોમાં ફરજ બજાવેલ હોય ત્યાંના રેકર્ડની પણ સંપૂર્ણ તપાસ થાય તો મોટા પ્રમાણમાં ગેરરીતોઓ બહાર આવે તેમ છે. તેથી ગીરગઢડા તથા અન્ય ગામના ગા ન. નં. ર ની તટસ્થ અધિકારી દ્વારા તાત્કાલીક તપાસ કરી જરૂરી કાર્યવાહી હાથ ઘરવામાં આવે તેવી માંગ કરેલ હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *