Gujarat

ધોરીમાર્ગ નંબર ૨૭ માર્ગ પર ટેન્કર પલટી જતા વાહનોની લાંબી કતારો લાગી

ભુજ
કચ્છ સોંરાષ્ટ્રને જાેડતા ધોરીમાર્ગ નંબર ૨૭ પર ફરી એક વખત ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. જુના કટારીયા પાટિયા નજીક મોરબી તરફ જતું એક ટ્રેલર અકસ્માતે પલટી ગયું હતું. જેના કારણે સવારના બન્ને તરફના માર્ગે ૫ થી ૬ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામના કારણે સેંકડો વાહનો અટવાઇ પડ્યા હતા. સપ્તાહમાં આ માર્ગે ત્રીજી વખત ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. જાેકે બાદમાં સુરજબારી ટોળગેટના સ્ટાફ અનેસામ ખીયાળી પોલીસ દ્વારા ક્રેનની મદદ વડે ટ્રેલરને સીધું કરી દેવામાં આવતા ટ્રેલરે ફરી રફતાર પકડી લીધી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સામખીયાળીથી સુરજબારી વચ્ચેના જુના કટારીયા પાસે ગાંધીધામ તરફથી તેલ ભરીને મોરબી બાજુ જતું એક ટ્રેલર અકસ્માતે માર્ગ વચાળે પલટી મારી ગયું હતું. જેના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો. બાદમાં સવારે ક્રેનની મદદ વડે ટ્રેલરને સીધું કરી દેવામાં આવતા ટ્રેલરે ચાલતી પકડી હતી અને ફરી માર્ગ પર દોડતું થયું હતું. સદભાગ્યે ઘટનામાં કોઈને ઇજા પહોંચી ના હતી પરંતુ અટવાઇ પડેલા લોકોને નિયત સ્થળે સમયસર પહોંચી ના શકતા ભારે હાલાકી ભોગવવી પડી હતી.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *