જેતપુરમાં લઘુમતી સમાજ દ્વારા ધોળકા સગીરા
લઘુમતિ સમાજના આગેવાનો અને અન્યોએ જેતપુર મામલતદારને આવેદન પાઠવી ધોળકા મુકામે સગીરા સાથે સામુહિક દુષ્કર્મના આરોપીઓને કડકમાં કડક સજા થાય અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા તથા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેરાયું હતું કે, ધોળકા પાસેના સીમ વિસ્તારના ટાઉન વિસ્તારની એક સગીરા ઉપર ૧પ થી ૧૮ યુવકોએ સામૂહિક દૂષ્કર્મ આચરતા હાહાકાર મચી ગયેલ. આ સગીરાને નજીકના ખાનપુર પાસે સીમ વિસ્તારમાં એક ખેતરમાંથી ઉઠાવી લઇ ગયેલા અને સામૂહિક દૂષ્કર્મનો ગુન્હો કરેલ. આ કૃત્યમાં પોલીસ પણ ફરિયાદ લેવાની ના પાડતા હતા. લેતા ન હતા. અને પછી સમાજના આગેવાનો દ્વારા આજીજી કરતાં બે દિવસ મોડી પોલીસે ફરિયાદ નોંધેલી તેથી આ બાબતમાં પી.આઇ.એ પણ બેદરકારી બતાવેલી. સગીરાને પહેલા ધોળકા આરોગ્ય કેન્દ્ર, ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આ જઘન્ય કૃત્યમાં સગીરાએ ૧૦ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા અરજી કરેલ હતી પરંતુ પોલીસે આઠ આરોપીઓ વિરૂદ્ધ પોસ્કો અને દુષ્કર્મની ફરિયાદ નોંધેલ હતી. વિકટીમે સારવાર દરમ્યાન આખી રાત રડી રડીને પસાર કરેલ હતી. અમારી માંગણી છે કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવાય, આઇજીપી કક્ષાના મહિલા પોલીસ અધિકારી તપાસ કરે, યુવતિ અને તેના પરિવારને પુરતું રક્ષણ અપાય
હરેશ ભાલીયા જેતપુર