‘બેટી બચાવો, બેટી પઢાવો‘ કાર્યક્રમને વેગ મળે તે માટે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ વિષે જાગૃતિ અને માર્ગદર્શન માટે ધ્રોલ તાલુકા આરોગ્ય કચેરી ખાતે આશા અને આશા ફેસીલીટર બહેનો માટે તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ સત્રમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી.એન. ક્ન્નરના માર્ગદર્શન મુજબ જિલ્લા આર.સી.એચ.ઓ.શ્રી ડો. નુપુરકુમારી પ્રસાદ અને જિલ્લા પી.એચ.એન.શ્રી જયાબેન રાઠોડ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. તાલીમનો ઉદેશ્ય જન્મ સમયે દીકરીઓના પ્રમાણમાં વધારો થાય, સમાજમાં જોવા મળતા દીકરી-દીકરા વચ્ચેના ભેદભાવો દુર થાય, તેમજ તેમને ઉચ્ચ અને ગુણવતાયુક્ત જીવન જીવવા માટે સમાન તક મળે એ હતો.
કાર્યક્રમમાં ધ્રોલ તાલુકા આશા ફેસીલીટરશ્રી શેખાણી મહેતા અને શ્રી જયશ્રીબેન પટેલ ઉપસ્થિત રહયા હતા. તાલીમ સત્રનું આયોજન ધ્રોલ તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડો. અલ્તાફ વૈષ્નાણી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર તાલીમ સત્રને સફળ બનાવવા માટે ધ્રોલ એમ.પી.એસ.શ્રી ચુડાસમાભાઈ અને ધ્રોલ ટી.એચ.વી.શ્રી પ્રવિણાબેન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.


