ભુજ
અંજાર શહેરના નાની નાગલપર રોડ પાસે આવેલી સાંઈ હોસ્પિટલ દ્વારા દરેક વર્ગના લોકો માટે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મની ટીકીટ બતાવવા પર ઓપીડી ચાર્જ અને મેડિસિન ફ્રીમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. હોસ્પિટલના ડો. હિતેશ ઠક્કરે જણાવ્યુ હતું કે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જાેવા અને જાણવા જેવી ફિલ્મ છે. આ ફિલ્મ દ્વારા જે વાસ્તવિકતા દર્શવવામાં આવી છે તેને હું પસંદ કરું છું. આ ફિલ્મનું સમર્થન કરવું જાેઈએ એવું હું નમ્રપણે સ્વીકારું છું અને તેથી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મની સિનેમા હોલની ટીકીટ લઈ આવનાર દર્દીને નિદાન અને દવા મફત આપવામાં આવશે.’ધ કાશ્મીર ફાઇલ્સ’ નામની હિન્દી ફિલ્મ દેશમાં રજૂ થયા બાદ હવે સિનેમા ઘરોમાં દર્શકોની ભીડ સાથે આગળ ધપી રહી છે તેમ દેશના લોકોમાં પણ લોકપ્રિય બની રહી છે. અનેક રાજ્યોએ આ ફિલ્મને કરમુક્ત જાહેર કર્યા બાદ હવે સ્વૈચ્છિક સંસ્થાઓ અને જાગૃત નાગરિકો પણ આ ફિલ્મના પ્રમોશનમાં આગળ આવી રહ્યા છે જે હિન્દી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમ વખત જાેવા મળી રહ્યું છે. આ જ પ્રકારે અંજારની સાંઈ હોસ્પિટલ દ્વારા ફિલ્મના સમર્થનમાં દર્દીઓને આ ફિલ્મની ટીકીટ બતાવવા પર નિદાન અને દવા વિનામૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી છે.