ભુજ
નખત્રાણા તાલુકાના મથલ માતાના મઢ તરફથી આવતો ૨૧ વર્ષીય નવ યુવાન ભાવેશ ભીમજી ગોહિલ તેના ગામ ભૈરયા બાજુ જતો હતો. ત્યારે મથલ બસ મથક પાસે સામેથી આવી રહેલા ટ્રેલર નંબર જીજે ૧૨ એટી ૫૮૧૬ સાથે તેના બાઈક નંબર જીજે૧૨ સીઆર ૭૭૩૦ની જાેરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. હતભાગી યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ તેનંા કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાનું નખત્રાણા પોલીસે જણાવ્યું હતું. નખત્રાણા તાલુકાના મથલ પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં આશાસ્પદ યુવકનું મોત થતા તેના ગામ ભૈરયામાં ભારે ગમગીની પ્રસરી જવા પામી હતી. બનાવના પગલે નખત્રાણા પોલીસે તાત્કાલિક પહોંચી યુવકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સરકારી દવાખાને ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે હતભાગીને મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરી હતી.


