Gujarat

નડિયાદના થર્મલ ગામે પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મુકતા ફરિયાદ

નડિયાદ
ગળતેશ્વર તાલુકાના થર્મલ ગામે રહેતી અને વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં પ્રાથમિક શાળાની અંદર શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પરિણીતાનું ઘર સંસાર ડામાડોળ થયું છે. આ ૪૨ વર્ષિય મહિલાના લગ્ન જ્ઞાતિના રીત રિવાજ મુજબ વર્ષ ૨૦૦૩માં થયા હતા. શરૂઆતના સમયમાં તેણે પોતાના પિયરથી અપડાઉન કરતી હતી અને પછી વર્ષ ૨૦૦૭થી ટીંબાના મુવાડાથી ઉપરોક્ત નોકરીના સ્થળે અપડાઉન કરે છે. તેને સંતાનમાં બે દિકરીઓ છે. વર્ષ ૨૦૧૫થી તેણીનો પતિ તેણીને સારી રીતે રાખતા ન હોવાનું તથા અવારનવાર કામકાજ બાબતે સામાજિક બાબતોએ તેની સાથે ઝઘડો કરતો હોવાનું જણાવ્યું છે. પીડિતાએ પોતાની બે દીકરીઓના ભાવિને લઇને પતિનો તમામ ત્રાસ મૂંગા મોઢે સહન કરતી હતી. પરંતુ પીડિતાના પતિ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી મારઝૂડ કરતા પીડિતાએ આ મામલે ડેસર કોર્ટમાં દીકરીઓના ખાધાખોરાકી માટે અરજી આપેલી હતી. આ પછી સમાજના અગ્રણીઓ દ્વારા સમાધાન થતાં આ અરજી જે તે સમયે પાછી પણ ખેંચી લેવામાં આવી હતી. સમાધાન પછી પતિએ થોડો સમય તેની સાથે સારી રીતે રાખ્યું હતું અને ફરીથી ઝઘડો કરી માનસિક શારીરિક ત્રાસ આપવાનું પતિએ ચાલુ કર્યું હતું. આ ઉપરાંત પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે સબંધ હોવા બાબતે પીડીતાએ ઠપકો આપતા પતિએ પોતાની પત્ની સાથે ઝઘડો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી પરિણીતાએ મહિલા આયોગમાં અરજી આપી હતી જે બાદ સેવાલિયા પોલીસે આ અરજીના અનુસંધાને પીડિતાને પોલીસ સ્ટેશન બોલાવી હતી પરંતુ જે તે સમયે સમાજના અગ્રણીઓ દ્વારા આ મામલાનો નિકાલ કરવાનો હોવાથી આ સમયે ફરિયાદ આપી નહોતી. આ સંદર્ભે આજે પીડિતાએ પોતાના પતિ ઇશ્વરભાઇ રાવજીભાઈ વાઘેલા (રહે. થર્મલ, તા.ગળતેશ્વર) સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ આઈપીસી ૪૯૮(એ), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના થર્મલમાં રહેતી પરિણીત શિક્ષિકા પર તેનો પતિ શારીરિક માનસિક ત્રાસ ગુજારતો હતો. જેથી પરિણીતાએ સેવાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. શિક્ષિકાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનો પતિ અપશબ્દો બોલી તેણીને ઘરમાંથી કાઢી મૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *