નડિયાદ
મહુધા તાલુકાના મહિસા તાબેના ધેધાની મુવાડીમાં રહેતા ભીખાભાઈ બુધાભાઇ પરમારનું ખેતર આ ગામની સીમમાં કેનાલ નજીક આવેલું છે. તેઓ કેનાલમાંથી પાણી ખેચવા અર્થે ડંકી મૂકી ખેતીનો પાક પકવે છે. ભીખાભાઈના કાકાનો દીકરો ગીરીશ ભીખાભાઈના ખેતર નજીક હતો ત્યારે તેમણે આ કેનાલ પાસે મૂકેલ ડંકી નજીક મોટરસાયકલ પર આવેલા બે લોકોને જાેયા હતાં. ત્યારબાદ ભીખાભાઈને જાણ કરી ગીરીશ તથા ભીખાભાઈ બંન્ને ત્યા પહોંચતા એક ઈસમ ડંકીને પાનાથી ખોલી સ્પેરપાર્ટ ખોલતો હતો. જેથી બુમરાણ થતાં આ બંન્ને લોકો ભાગવા જતાં એક ઈસમ પડી ગયો હતો. જ્યારે અન્ય એક નાસી છૂટવામાં સફળ થયો હતો. પકડાયેલા ઈસમનું નામ-ઠામ પુછતા તેણે પોતાનું નામ વિમલ અમરસિંહ ઉર્ફે અરવિંદ ભોજાણી અને ફરાર થયેલા ઈસમનુ નામ દશરથ ઠાકોરભાઈ ભોજાણી હોવાનું જણાવ્યું હતું. વધુમાં આ ડંકીના સ્પેરસ્પાર્ટની ચોરી કરવા આવેલા હોવાની કબૂલાત કરતાં આ અંગે ભીખાભાઈ પરમારે મહુધા પોલીસ મથકે ઉપરોક્ત બન્ને ચોર ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે.મહુધા પંથકના મહિસા ગામની સીમમાં કેનાલ પાસે પાણી ખેંચવાની ડંકીના સ્પેરસ્પાર્ટસની ચોરી કરવા આવેલા બે શખ્સો પૈકી એક રંગે હાથે પકડાયો છે. જ્યારે અન્ય એક ફરાર થયો છે. આ બનાવ સંદર્ભે મહુધા પોલીસ મથકે બન્ને ઈસમો સામે ફરિયાદ નોંધાઈ જવા પામી છે.
