Gujarat

નડિયાદની સહકારી સંસ્થામાં ડિપ્લોમા ઈન કો.ઓપરેટીવ મેનેજમેન્ટ કોર્સનો પ્રારંભ

નડિયાદ
ગુજરાતમાં સહકારી ક્ષેત્રે ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદ સંચાલિત ઝોન વાઇઝ ૬ કેન્દ્રો મારફતે ડિપ્લોમા ઈન કો.ઓપરેટીવ મેનેજમેન્ટ કોર્સનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત મધ્યઝોન નડિયાદ ખાતે શ્રી છોટાલાલ વ્યાસ સહકારી વ્યવસ્થાપન કેન્દ્રમાં આ કોર્સની શરૂઆત થનાર છે. ૭ જિલ્લાઓ ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાઓનું કાર્યક્ષેત્ર ધરાવતા આ કેન્દ્રમાં ડિપ્લોમા ઈન કો.ઓપરેટીવ મેનેજમેન્ટ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાઓની સહકારી સંસ્થાના ચાલુ પગારદાર કર્મચારીઓ અને બાહેધરીવાળા ભાવી કર્મચારીઓ માટે “ડિપ્લોમાં ઈન કો.ઓપરેટીવ મેનેજમેન્ટ” સહકારી ડિપ્લોમાં નડિયાદ કેન્દ્રમાં ૨૫ એપ્રિલથી શરૂ થનાર છે. ખાસ વિશીષ્ટ પ્રકારના આ સહકારી કોર્સમાં દરેક પ્રકારની સહકારી મંડળીઓ, સંસ્થાઓ, સહકારી ખાતાના કર્મચારીઓ ખેત ઉત્પન્ન બજાર સમિતીના કર્મચારીઓ તથા સહકારી ક્ષેત્રે ભાવી પેઢી તૈયાર કરવાના હેતુથી ધો.૧૨ પાસ–સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને પણ આ કાર્સમાં પ્રવેશ આપવામાં આવે છે. આ કોર્સ વિવિધ સહકારી સંસ્થાઓમાં ભરતી સમયે ખાસ “વિશિષ્ટ લાયકાત” તરીકે માન્ય ગણવામાં આવે છે. રાજય સરકાર દ્વારા સહકારી ખાતામાં ભરતી સમયે આ કોર્સના ઉમેદવારોને અગ્રતા આપવામાં આવે છે. આ કોર્સમાં દાખલ થવા ઈચ્છતા લોકોએ ૨૦ એપ્રિલ સુધીમાં નડિયાદ કેન્દ્રમાંથી પ્રવેશ અરજી ફોર્મ મેળવી લાભ લેવા જણાવાયું છે. આ મેનેજમેન્ટ કોર્સમાં ૭૦ ઉમેદવારોને જ પ્રવેશ આપવામાં આવશે. જેથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે. જેની દરેક સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓએ તથા જાહેર જનતાએ નોંધ લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *