Gujarat

નપાણીયા ખીજડીયામાં સહકારી મંડળીના મંત્રીએ ૬૦ લાખની ઉચાપત કરી

જામનગર
જામનગર જિલ્લા સહકારી ક્ષેત્રમાં ચકચારી બનેલી છેતરપીંડી અને વિશ્વાસઘાત પ્રકરણની વિગત મુજબ, કાલાવડના નપાણીયા ખીજડીયા ગામે આવેલા નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડ ખાતે મંત્રી તરીકે ફરજ બજાવતા બીપીન ચંપકભાઈ જાેશીએ વર્ષ ૨૦૨૦ના ઓગસ્ટ માસ પૂર્વે પોતાના અંગત ફાયદા માટે ઠગાઈ કરવાના ઇરાદાથી મંડળીના ખેડૂત ખાતેદારો (સભાસદો) પાસેથી પાક ધીરાણ પેટેના નાણાની વસુલાત કરી હતી. તેમજ મંડળીની અલગ અલગ પહોંચો આપી તે પૈકીની અમુક પહોંચમાં પોતાની જાતે ફેરફાર કરી ખોટી પહોંચ બનાવી રોજમેળમા ખોટો મનધડત હીસાબ ઉધારી લીધા હતા. રોજમેળમા પાના નં-૬૧મા સામાન્ય ખાતાવહીના પાના નં-૧૧૫ થી શ્રી જમીન ખરીદ ખાતે બાબત જે મંડળીના ગોડાઉન માટે જમીન ખરીદ કરતા મંત્રી બીપીન જાેષીને વાઉચર મુજબ વાઉચર નં-૬૬ રોકડા રૂ.૬૦ લાખની કોઇ પણ ઠરાવ કે મંજૂરી વગર એન્ટ્રી કરી નાખી, રૂપીયા ૬૦ લાખના મુલ્યના નાણાની ઉચાપત કરી મંડળીના મંત્રી તરીકે ગુનાહીત વિશ્વાસધાત કર્યો હતો. આ જ ઉચાપત માટે આરોપી મંત્રીએ નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડના લેટરપેડ પર તા.૨૯/૧૨/૨૦૨૦ના રોજ કાલાવડ મામલતદારને સંબોધીને શ્રી નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડના બોજા-ગીરો મુક્તી કરવા મળેલી નોટીસનો જવાબ તેમ વિષય રાખી જવાબ પણ આપ્યો હતો. જેમાં તેણે પોતાનો બચાવ કરવાના ઇરાદાથી પોતાની રીતે ખોટુ લખાણ આપી, તે લખાણમા પ્રમુખ તરીકે રાઘવ દેવશી નામની હાલના પ્રમુખની ખોટી સહી કરી, મંડળીનો સીક્કો મારી ખોટો દસ્તાવેજ બનાવી ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. આ બાબતની જાણ થતા હાલના મંડળી પ્રમુખ રાધવભાઇ ઉર્ફે રધુભાઇ દેવશીભાઇ આંબાભાઇ ભાલારાએ જિલ્લા રજીસ્ટ્રાર અને જિલ્લા પંચાયત સહીત લગત સરકારી વિભાગોમાં જાણ કરી હતી. ત્યારબાદ ગુનાહિત કૃત્ય અંગે પોલીસમાં અરજી કરી હતી. જે અરજીના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસે આરોપી મંત્રી જાેશી સામે આઈપીસી કલમ ૪૦૮, ૪૬૪, ૪૬૫, ૪૬૭, ૪૬૮ ૪૭૧, ૪૭૭૭ (ક) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં મંત્રીએ સભાસદો કે મંડળીના પદાધિકારીઓની જાણ બહાર ગોડાઉન ખરીદીના નામે રૂપિયા ૬૦ લાખની ઉચાપત કરી લીધાનો આરોપ લગાવ્યો છે. જેને લઈને કાલાવડ ગ્રામ્ય પોલીસ દફતરના પીએસઆઈ એચ.વી.પટેલ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *