અમદાવાદ
અમદાવાદમાં આજે ખાડિયા પોલીસ સ્ટેશનના ઁૈંની બદલી કરાઈ છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા લાલઆંખ કરતા ખાડિયાના ઁૈં પી.ડી. સોલંકીની બદલી કરાઈ છે. બદલી થવા પાછળનું કારણ પણ સામે આવ્યું છે. જેમાં ખાડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ડી. સોલંકીની ટ્રાફિક મેનેજમેન્ટમાં ઝીરો, નબળી કામગીરીને લઈ બદલી કરાઈ છે. રથયાત્રાની કામગીરી નબળી હોવાથી શહેર પોલીસ કમિશનર દ્વારા આકરા પગલાં લીધા છે. અમદાવાજના સોલા પોલીસ સ્ટેશનના ઁજીૈંને સસ્પેન્ડ કરાયા હોવાના સમાચાર મળતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. સોલા પોલીસ સ્ટેશનના ઁજીૈં અને ડીસ્ટાફ ઁજીૈં જે.જે. રાણાને સસ્પેન્ડ કરાયા હોવાની માહિતી મળી રહી છે. ઁજીૈં જે.જે. રાણાએ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરીયાદ મળતા શહેર પોલીસ કમિશનર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવતા તેમને સસ્પેન્ડ કરાયા છે. રાજકોટ પૂર્વ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તોડકાંડ મામલે ફરિયાદી જગજીવન સખીયા ન્યાયિક તપાસ માટે નવા કમિશ્નરને રજુઆત કરવા જવાના છે. આગામી ૪ થી ૫ દિવસમાં નવા કમિશ્નર રાજુભાર્ગવને રજુઆત કરવા જશે. તોડકાંડ મામલે તપાસમાં ઢીલને લઈ રજુઆત કરવા જશે. તોડડકાંડ મામલે ડ્ઢઝ્રમ્ પૂર્વ પી.આઈ, પી.એસ.આઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. તમને જણાવી દઈએ કે મનોજ અગ્રવાલની જૂનાગઢ ખાતે બદલી કરાઈ છે. જાેકે સમગ્ર મામલે છઝ્રમ્માં પણ તપાસ ચાલુ છે. જગજીવન સખિયાએ કમિશનર પર તોડ કર્યાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ ડ્ઢઝ્રઁ, ઁૈં, ઁજીૈં અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે મનોજ અગ્રવાલની જૂનાગઢમાં બદલી કરાઈ હતી. હાલમાં સમગ્ર મામલે છઝ્રમ્ તપાસ કરી રહી છે.શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો- વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગમાં બદલીના ઓર્ડર અપાઈ રહ્યા છે. આ દિશામાં આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં આજે ખાડિયા પોલીસ સ્ટેશન અને સોલા પોલીસ સ્ટેશનના ઁૈંની બદલી કરાઈ છે. જેણા કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
