નર્મદા
સતત વરસાદને કારણે કેટલીક જગ્યાએ જાહેર માર્ગો પર ઝાડ જમીન દોસ્ત થઈ જતા ટ્રાફિક જામ સર્જાયા હતા. જેમાં ખાસ કરીને બોરીદ્રા અને ઝરીયા ગામે ઝાડ પડવાથી રસ્તો બંધ હતો. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ આવી કોઈ પણ પરિસ્થિતિ ઉભી થાય ત્યારે જાહેર જનતાને કોઈ તકલીફ ના પડે એ માટે પોલીસે કામે લાગી જવાનું એટલે વરસાદને કારણે ઝાડ પડતા બે બાજુ રસ્તો બંધ થઈ ગયો હતો. અને ૧૦થી વધુ ગામોના લોકો માટે અવર જવાર બંધ થઈ જતા જે બાબત ની જાણ જિલ્લા ટ્રાફિક શાખા ને થતા આ કામગીરી જિલ્લા ટ્રાફિક શાખા નર્મદાનાઓએ હાઇવે પેટ્રોલ મોબાઈલના સ્ટાફ દ્વારા તાત્કાલિક જાતે કામે લાગી ગયા અને ઝાડ કટિંગ કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. તમામ તાલુકાઓમાં દોઢ થી બે ઇંચ વરસાદ નોંધાયો છે. જાેકે બેઠો વરસાદ ધીમી ધારે પડતા ખેડૂતોમાં ખુશી જાેવા મળી અને લોકોએ પણ ચારે કોર ઠંડક પ્રસરતા રાહતનો શ્વાસ લીધો હતો.


