Gujarat

નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ થયા કોરોના સંક્રમિત

નવસારી
અગાઉ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં સરકારી ગાઈડલાઇન્સના પાલન મામલે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ આ બે નિયમોનું છેલ્લા અનેક સમયથી તેઓ પાલન કરી રહ્યા હતા. છતાંય ગઈકાલે બુધવારે તેઓ કોરોનામાં સપડાતા હળવા લક્ષણો સાથે હોમઆઈસોલેટ થયા છે. ધારાસભ્ય પિયુષ દેસાઈની દીકરી પ્રાચી દેસાઈના જણાવ્યા મુજબ તેમના પિતાની તબિયત હાલ સ્થિર છે. તેમજ તેઓ ઘરે દવા લઈને આરામ કરી રહ્યા છે. નવસારી જિલ્લામાં ગઈકાલે ૪૭ જેટલા કેસ નોંધાતા જિલ્લામાં તકેદારી રાખવાની જરૂર ઉભી થઇ છે. શહેરીજનો જાહેરમાં માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર ફરતા જાેવા મળી રહ્યા છે, જે ખરેખર બેદરકારીની નિશાની છે. ત્યારે જિલ્લામાં સંક્રમણને અટકાવવા માટે તકેદારી એકમાત્ર હથિયાર છે. ત્યારે તમામ લોકો નિયમોનું પાલન સ્વેચ્છાએ અને કોઈપણ સરકારી દાબ-દબાણ વગર કરે એમાં જ સૌનું હિત છે. સાંજે ફેસબુકના માધ્યમથી તેમણે પોતાના સમર્થકો અને શુભ ચિંતકોને પોતાને કોરોના થયો હોવાની જાણ કરી હતી. તેમજ પોતાના સંપર્કમાં આવનારા તમામ લોકો ટેસ્ટ કરાવે તેવી ભલામણ પણ કરી હતી. ગાંધીનગર જતા સમયે શરદી-ખાંસીના લક્ષણો જણાતા તેઓ સૌપ્રથમ રેપિડ ટેસ્ટ અને ત્યારબાદ ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટમાં પણ પોઝિટિવ આવતા હોમ આઇસોલેટ થયા છે.

Navsari-MLA-Piyush-Desai.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *