Gujarat

નવસારીના બીલીમોરામાં દુકાનમાં આગ સાથે વિસ્ફોટ થતાં ૧ યુવકનું મોત

નવસારી
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના ગૌહર બાગ વિસ્તારમાં આવેલી ફૂલોની દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેને કુતૂહલવશ જાેવા લોકો ભેગા થયા હતા. ત્યારે દુર્ભાગ્ય દુકાનમાંથી ગેસના બોટલમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેમા આગની ઘટના જાેવા ઉભેલા યુવાન ઉપર કાટમાળ પડતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ગૌહરબાગ વિસ્તારમાં કલ્પના ફ્લાવર નામની દુકાન આવી છે. જેમાં કામ કરતો કર્મચારી દુકાનમાં જ રસોઈ બનાવતો હતો. રોજ રસોઈ કરીને જમીને દુકાન બંધ કરી કારીગર અન્યત્ર રહેવા માટે જતો હતો. નિત્યક્રમ મુજબ પણ તેણે રસોઈ કર્યા બાદ ગેસનું રેગ્યુલેટર અને અન્ય વીજળીનાં ઉપકરણો બંધ કરી ઘરે ગયો હતો. ત્યારે રાત્રે ૧થી ૧ઃ૩૦ વાગ્યાના સુમારે દુકાનમાંથી આગના ગોટેગોટા નીકળતા લોકોએ જાેયા હતા. ત્યારે આગ જાેવા માટે આંતલીયા જીઆઈડીસી રોડ પર રહેતા ૩૩ વર્ષીય શશીકાંતભાઈ પટેલ પણ ઉભો રહ્યો હતો. ત્યારે કાળ બની ગેસનો બાટલો ફાટ્યો હતો અને તેનો લોંખડનો કાટમાળ શશીકાંતભાઈના માથામાં વાગતા સ્થળ પર જ કમાટી ભર્યું તેમનું મોત નિપજ્યું હતું. સચિન ખાતે ફાર્મસી કંપનીમાં નોકરી કરતા શશીકાંત પરસોતમભાઈ પટેલ પોતાના મિત્રને મળવા રાત્રે તેના ઘરે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આગ જાેતા રોડની બીજી બાજુ ઊભા હતા ત્યારે આ સમગ્ર ઘટના બની હતી. આ સમગ્ર મામલે બીલીમોરા પોલીસે તપાસ હાથ ધરી છે. હાલમાં ઘટના સ્થળ ઉપર એફએસએલ અને વીજળી વિભાગના અધિકારીઓ આવીને આગના કારણે તપાસ શરૂ કરી છે. હજી સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.કાળ ક્યારેક માનવીના નસીબમાં એવા પ્રકારની મોત લખી નાખતો હોય છે કે કોઈપણ આશ્ચર્ય પામે. બીલીમોરા શહેરમાં પણ કાંઈક આવા જ પ્રકારની ઘટના બની હતી. લાગેલી આગ જાેવા ગયેલા યુવકને કાળ ભરખી ગયો હતો.

Blast-after-fire.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *