Gujarat

નવસારીના રામનગરમાં મોબાઈલ શોપમાંથી ૧.૯૬ લાખની મત્તાની ચોરીની ફરિયાદ

નવસારી
વિજલપોરના રામનગરમાં રહેતા રાજકિશોર શિવપ્રતાપ શુકલાએ વિજલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓની રામનગર-૩મા અંબા માતાજીના મંદિર પાસે તેમની માલિકીની બાલાજી મોબાઈલ શોપ આવેલી છે. તેમના મની ટ્રાન્સફરના આવકના રોકડા રૂ. ૧.૧૦ લાખ રોકડા અને ૪૬ મોબાઈલ કિંમત રૂ. ૮૬૨૦૨ મળી કુલ રૂ. ૧.૯૬ લાખની ૨૦મીની બે તસ્કર યુવાનોએ દુકાનનું તાળું તોડી તેમાં પ્રવેશ કરી ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પીઆઇ કે.બી.દેસાઈ તપાસ કરી રહ્યા છે. તેઓ મોબાઈલ વેચાણની રકમ ઘરે લઈ જતા હતા પણ એકાદ-બે દિવસથી દુકાનમાં જ મુકતા હતા. જેની જાણ કોઈને થઈ હોય એ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે! અન્ય વિસ્તારમાં સીસીટીવી જાેતા એક યુવાન બાઇક લઈને આવતો અને બીજાે પગપાળા આવતા હોવાની તપાસમાં ખબર પડી છે. દુકાનમાં મુકેલ સીસીટીવીમાં પિક્ચર ક્લીયર નથી. હ્યુમન અને પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ ચાલુ છે. વિજલપોરના રામનગરમાં આવેલ એક મોબાઈલની દુકાનમાંથી શટર ઉંચી કરી મળસ્કે ૩.૩૦ વાગ્યાના અરસામાં ચોરી કરનારા બે તસ્કર સામે દુકાનના માલિકે ફરિયાદ નોંધાવી હતી. જાેકે, પોલીસ સીસીટીવીમાં કેદ થયેલા ચોરટાઓ સુધી પહોંચી શકી નથી. હાલ ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

1.96-lakh-stolen-from-shop.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *