નવસારી
નવસારી શહેરમાં સીએનજીનો વધેલો ભાવ હાલમાં ૭૬. ૯૮ રૂપિયા છે જેને લઇને રિક્ષાચાલકો આશરે ૫૦ ટકા જેટલો ખર્ચો વધતાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.કોરોના કાળમાં આર્થિક તંગી સહન કરીને માંડ બેઠા થયેલા રિક્ષાચાલકો ને હવે સીએનજી નો ભાવ વધારો પરેશાન કરી રહ્યો છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં તેમણે સરકારની નીતિનો સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો અને આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવ્યા અથવા સીએનજી ને જીએસટીમાં મૂકવામાં આવે તેવી માંગ કરી હતી. નવસારી શહેરમાં ૪ હજાર અને જિલ્લામાં ૮ હજાર જેટલા રિક્ષાચાલકોના ૪૦ હજારથી વધુ પરિવારો આ વ્યવસાયમાં રોજીરોટી મેળવે છે. જેમને સીએનજીના ભાવ વધારાથી સીધી અસર થવા પામી છે હાલમાં રિક્ષાચાલકો આ વ્યવસાય કરે કે છોડી દે તેની વિમાસણમાં મુકાયા છે.સોમવારે આ મામલે જિલ્લા કલેકટરને આ સમસ્યાને લઈને આવેદન આપશે અને જાે કોઈ નિરાકરણ ન આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.સીએનજીમાં થયેલા વધારાને કારણે વાહનો વાહનચાલકો બજેટ પર સીધી અસર પડી છે. ત્યારે નવસારી શહેરમાં આશરે ૪ હજાર જેટલા રિક્ષાચાલકોને ભાવ ભાવવધારાની અસર થવા પામી છે. જેને લઈને આજે રેલવે સ્ટેશન વિસ્તારમાં ભેગા થઈને રાજ્ય સરકારની આ નીતિનો વિરોધ કર્યો હતો અને ભાવવધારો પાછો ખેંચવા માટે માંગ કરી હતી.


