બીલીમોરા
નવસારીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતી ૨૭મી મેના રોજ તેના નિત્યક્રમ અનુસાર સાંજે બસ ડેપો પાસેથી ચાલતી ઘરે જઈ રહી હતી ત્યારે ગૌહરબાગ ગૌરવપથ ઉપર સાગર ફોટો સ્ટુડિઓ પાસે પહોંચી હતી અને અચાનક શેહજાદ આવી ચડ્યો હતો અને તેણીને ખેંચીને ગલીમાં લઈ જઈ લગ્ન કરવાની કેમ ના પાડે છે? એમ કહી યુવતી પર લગ્ન કરવા દબાણ કર્યું હતું. યુવતીએ પ્રતિકાર કરતાં શેહજાદે યુવતીને મારમારી જમીન પર પાડી દઈ ધમકાવી તેની પાસેથી મોબાઈલ અને પર્સ ઝૂંટવી લીધા હતાં અને પેટમાં ચપ્પુ મારી જંગલમાં ફેંકી દેવાની ધમકી આપી ચુપચાપ રહેવાનું કહી તેણીને રિક્ષામાં બેસાડી મોકલી આપી હતી અને તે નાસી ગયો હતો. યુવતીએ ઘરે પહોંચી પરિવારને આખી ઘટના જણાવતા પરિવારે આ બાબતે પોલીસ ફરિયાદ કરવાનું ઠરાવતા પોલીસે યુવતીની માત્ર અરજી સ્વીકારી હતી અને બાદમાં આ ઘટના સંદર્ભે એન.સી. ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. એનસી નોંધી કાર્યવાહી હાથ ધરી, હાલ યુવક સામે અટકાયતી પગલાં ભર્યા છે આ ઘટના બાબતે પોલીસે ભોગ બનનારની ફરિયાદ અરજીના આધારે એન.સી. ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી યુવકની અટક કરી છે.બીલીમોરાની મુસ્લિમ યુવતીએ પોલીસમાં આપેલી અરજીમાં જણાવ્યું છે કે, તેની સગાઈ ગત ઓગસ્ટ-૨૦૨૧માં શેહજાદ પઠાણ (ઉ.વ. ૩૦, રહે. અંકલેશ્વર)ની સાથે થઈ હતી. આ શેહજાદ પઠાણ કોઈ કામધંધો કરતો નહીં હોય અને તેનો સ્વભાવ ગુસ્સાવાળો હોવાનું તેણીના પરિવારને જાણ થતા જાન્યુઆરી-૨૦૨૨માં શેહજાદ સાથેની સગાઈ ફોક કરી તોડી નાંખી હતી. સગાઈ ફોક થયાં બાદ શેહજાદે યુવતીનો યેનકેન પ્રકારે પીછો ચાલુ રાખ્યો હતો. તેની બહેનપણીઓને મળી તેની માહિતી મેળવવા લાગ્યો હોવાના આક્ષેપ યુવતીએ અરજીમાં કર્યો છે. તેના ફોન ચેક કરવા માંગતો હતો અને તેણી કેમ લગ્ન કરવા નથી માંગતી એ જાણવા માંગતો હતો.
