મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
તા.28 નવેમ્બરના રોજ આંકલાવ તાલુકાના નવાખલ ખાતે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા શંકરા આઈ હોસ્પિટલ મોગરના સંયુક્ત ઉપક્રમે મફત નેત્રનિદાન કેમ્પ યોજાયો હતો જેમાં 65 જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી 40 જેટલા લોકોને આંખના ઓપરેશનની જરૂર જણાતા શંકરા આઈ હોસ્પિટલ મોગર લઈ જવામાં આવ્યા હતા. પ્રસ્તુત કેમ્પને સફળ બનાવવામાં શંકરા હોસ્પિટલની મેડિકલ ટીમ, આશાદીપ સંસ્થાનો સ્ટાફ તથા નવાખલના સરપંચ દ્વારા જરૂરી પ્રયત્નો કર્યા હતા.


