Gujarat

નવા વાહન ખરીદનારોને વસ્ત્રાલ આરટીઓ કચેરીની કામગીરીથી પરેશાન

અમદાવાદ
એક જ રાજ્યની એક જ શહેરની પણ આરટીઓ કચેરીમાં અલગ અલગ કાયદાઓ ચાલે છે એક આરટીઓ પુરાવાને માન્ય ગણે છે તો બીજી આરટીઓ કચેરી તેને માન્ય કરતી નથી અને અરજી રિજેક્ટ કરે છે ત્યારે સુભાષબ્રિજ અને બાવળામાં નવા વાહનના રજિસ્ટ્રેશનમાં ચાલતા પુરાવાનો વસ્ત્રાલ એઆરટીઓ કચેરી અસ્વીકાર કરે છે. સરકાર માન્ય પુરાવા છતાં અરજી રિજેક્ટ કરવામાં આવતી હોવાથી ડીલરોમાં નારાજગી છે. વસ્ત્રાલમાં રોજ નવા વાહનોની સરેરાશ ૧૦૦થી વધુ અરજીઓ આવે છે. ગ્રાહકો નવા વાહનની ખરીદી કરે ત્યારબાદ વાહન ડીલરો પુરાવાની યાદી સાથે આરટીઓ રજિસ્ટ્રેશન માટે સંબંધિત આરટીઓ કચેરીમાં ફોર્મ સબમીટ કરે છે. સુભાષબ્રિજ અને બાવળામાં નિયમ મુજબ આધારકાર્ડ, બેન્ક પાસબુક નેશનલ બેંક, એલઆઇસી પોલિસી, પાસબુક, પેસ્લીપ સેન્ટ્ર અને સ્ટેટ ગર્વમેન્ટ અથવા લોકલ બોડી અને ઇલેકશન કાર્ડની ફોટો કોપી સાથેના પુરાવા હોય તો ફોર્મ અને પુરાવાની ચકાસણી કરી ફોર્મનો નિકાલ કરે છે. પરંતુ વસ્ત્રાલમાં ઇન્સ્પેકટરો નેશનલ બેંકની પાસબુક હોય તો અરજી ફોર્મ રિજેક્ટ કરે છે. આ ઉપરાંત નવા મકાનમાં રહેવા જતાં લોકો પાસે નવા મકાનનું આધારકાર્ડ ના હોય તો ઇન્ડેક્સ કોપી અને ટેક્સબિલની સાથે જૂના એડ્રેસનું આધારકાર્ડ લઇને વસ્ત્રાલ સિવાયની બંને આરટીઓ કચેરીમાં નવા વાહનની અરજી ફોર્મનો નિકાલ કરાય છે. પરંતુ વસ્ત્રાલ એઆરટીઓ કચેરી અરજી રજિકેટ કરીને પૂરતા પુરાવા સાથે નવી પ્રોસેસ કરાવવાનો આગ્રહ રાખે છે. જેના લીધે ગ્રાહકોના વાહન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ધીમીગતિએ ચાલે છે. કેટલાક ઇન્સ્પેકટરો ૧૫ દિવસ સુધી અરજીનો નિકાલ કરતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *