જૂનાગઢ આરટીઓ દ્વારા LMV મોટરકાર ફોરવ્હીલ સીરિઝ GJ11BR, GJ11CD, GJ11CH, ટુ વ્હીલ સીરિઝ GJ11CE, GJ11CF, GJ11CG, GJ11CJ તથા ટ્રાન્સપોર્ટ સીરિઝ (HGV) GJ-11-VV અંતર્ગત બાકી રહેલા ગોલ્ડન અને સીલ્વર નંબર માટે રીઓકશન થશે. બાકી રહેલા ગોલ્ડન અને સીલ્વર નંબર મેળવવા માંગતા અરજદારે વાહન ખરીદ તા.થી૭ દિવસની અંદર http//parivahan.gov.in/fancy/ લીક મારફતે વાહન -૪ સોફટવેરમાં CNA ફોર્મ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી, પસંદગીના નંબર મેળવવા માટે ઉપર મુજબ લીંક પર નોંધણી યુઝર આઇડી અને પાસવર્ડ તૈયાર કરી, ઉપર મુજબ તા.૨૭-૦૭-૨૦૨૨ બપોર ૪ કલાક સુધી રજીસ્ટ્રેશન, રજીસ્ટ્રેશન બંધ તા.૨૯-૦૭-૨૦૨૨ બપોરે ૪ કલાક સુધી, ઓકશન તા.૨૯-૦૭-૨૦૨૨ના બપોરના ૪ કલાકથી શરૂ થશે. અને પુરૂ તા.૩૧-૦૭-૨૦૨૨ના બપોરે ૪ કલાક સુધી રહેશે. જે અનુસાર સૌથી વધુ બીડ થયેલ નંબર, તે બીડ કરનાર અરજદારોને વાહન ૪ સોફ્ટવેર દ્વારા ફાળવી દેવામાં આવશે.
જે વાહન માલિક દ્વારા CAN ફોર્મ ભરેલ હશે તેવા જ વાહન માલિક, વાહન ખરીદીની તારીખથી ૬૦ દિવસ સુધી હરાજીમાં ભાગ લઇ શકશે તેમજ સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. તેમજ ઓક્શન બિલ્ડીંગમાં ભાગ લેનાર અરજદારે સીરિઝ ખુલ્યાની તારીખથી દિવસ-૩માં બિલ્ડીંગ મુજબના નાણા ઓનલાઇન ભરવાના રહેશે. તેમજ તે અંગેની જાણ અત્રેની કચેરીને કરવાની રહેશે અન્યથા જે-તે નંબર મળવાપાત્ર રહેશે નહીં. તેમ જૂનાગઢ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
