Gujarat

નવી સરકારનો પ્રથમ રાજય ‘સ્વાગત’ કાર્યક્રમ ગાંધીનગરમાં..

ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યના નાગરિકોના પ્રશ્નો-રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી નિવારણ માટે શરૂ કરેલા ‘સ્વાગત’ – સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રૂ એપ્લિકેશન ઓફ ટેકનોલોજીની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સફળતાપૂર્વક આગળ ધપાવી છે.
તદઅનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યશાસનનું સેવા દાયિત્વ સતત બીજીવાર સંભાળ્યા બાદના પ્રથમ રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનો-નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળશે.
મુખ્યમંત્રી આવતીકાલે ગુરુવારે તા. ૨૨મી ડિસેમ્બરે બપોરે ૩ કલાકે મુખ્યમંત્રીના જનસંપર્ક કક્ષ, સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે યોજાનારા રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *